'ધર્મ બચાઓ, દેશ બચાઓ...' પટનાના ગાંધી મેદાનમાં મુસલમાનોની વિશાળ રેલી


  'ધર્મ બચાઓ, દેશ બચાઓ...' પટનાના ગાંધી મેદાનમાં મુસલમાનોની વિશાળ રેલી

- ઈસ્લામ અને રાષ્ટ્ર જોખમમાં હોવાની વાતને લઈને રસ્તા પર ઉતર્યા


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2018 રવિવાર

બિહારની રાજધાની પટણાના ગાંધી મેદાનમાં ઈમારત શરિયા અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સંયુક્તરીતે ઈસ્લામ અને રાષ્ટ્રને જોખમમાં જણાવતા રસ્તા પર ઉતરવાનું એલાન કર્યું છે.

આજે ગાંધી મેદાનમાં આ રેલીમાં લાખો મુસલમાનોને પહોંચવાના એંધાણ છે. આ રેલીને દીન (ધર્મ) બચાઓ, દેશ બચાઓ નામ આપવામાં આવ્યુ છે.

તાજેતરના વર્ષોમાં આવુ પ્રથમ વાર થવા જઈ રહ્યું છે, જ્યારે લાખોની સંખ્યામાં મુસલમાનો દીન બચાઓ, દેશ બચાઓના નામે રસ્તા પર આવશે. તીન તલાકને લઈને સમગ્ર દેશમાં પ્રદર્શન કર્યા બાદ All India Muslim Personal Law Board (AIMPLB) અને ઈમારત શરિયા દેશમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ, બંધારણ અને ઈસ્લામ પર જોખમનો મુદ્દો ઘણો આક્રમક છે અને આને રેલીમાં ઉઠાવવાની તૈયારી છે.

ઈમારત શરિયા 1921માં બિહાર, ઝારખંડ, ઓડિશાના મુસ્લિમોને શરિયા અનુસાર આવનાર મુદ્દાને સમજવા માટે બનાવાઈ હતી.

બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહેમાનીએ કહ્યું કે અમે ચાર વર્ષ રાહ જોઈ, એ વિચારીને કે ભાજપ બંધારણ અનુસાર દેશ ચલાવવાની શીખ લેશે. મુસલમાનોના પર્સનલ લૉ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આપણે આપણા લોકો અને દેશવાસીઓને જણાવવું પડી રહ્યું છે કે દેશની સાથે-સાથે ઈસ્લામ પર પણ જોખમ છે.

જોકે ઈમારત શરિયાએ રેલીને કોઈ રાજકીય પાર્ટીનું સમર્થન પ્રાપ્ત થવાની વાતને ફગાવી છે.

More Stories:-


Post Your Comment