છત્તીસગઢમાં નક્સલીઓએ IED પ્રૂફ વાહનને ફૂંકી માર્યુ: 10 જવાન શહીદ


છત્તીસગઢમાં નક્સલીઓએ IED પ્રૂફ વાહનને ફૂંકી માર્યુ: 10 જવાન શહીદ

-CRPFના 6 જવાન ગંભીર રીતે ઘાયલ ચારની સ્થિતિ નાજુક

- હુમલો સુકમા જિલ્લાના કિસ્ટારામ વિસ્તારમાં થયો


રાયપુર, તા. 13 માર્ચ 2018 મંગળવાર

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે મોટો નક્સલી હુમલો થયો. આ હુમલામાં CRPFના 9 જવાન શહીદ થયા છે.

આ હુમલો સુકમા જિલ્લાના કિસ્ટારામ વિસ્તારમાં થયો. આ બ્લાસ્ટ લેન્ડમાઈન દ્વારા કરવામાં આવ્યો છે. જે દરમિયાન નક્સલીઓ અને સેના વચ્ચે અથડામણ થતા 5 જવાન ઘાયલ થયા છે. જેમાંથી 3ની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘાયલ જવાનોને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે.

નક્સલીઓએ IED પ્રૂફ વ્હીકલને બ્લાસ્ટ કરી નાખ્યુ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી રમન સિંહે સોમવારે જ નક્સલી પ્રભાવિત વિસ્તારોનો મોટરસાઈકલ દ્વારા પ્રવાસ કર્યો હતો.

More Stories:-


Post Your Comment