MP: આનંદીબેન 15 દિવસ યુરોપના પ્રવાસે, ઓ પી કોહલીને સોંપાયો ચાર્જ


MP: આનંદીબેન 15 દિવસ યુરોપના પ્રવાસે, ઓ પી કોહલીને સોંપાયો ચાર્જ

- રાજભવનમાં રાજ્યપાલ ઓ પી કોહલીએ શપથ લીધા બાદ પ્રદેશનો કાર્યભાર સંભાળ્યો

- મધ્યપ્રદેશના ઈતિહાસમાં પ્રથમ ઘટના


નવી દિલ્હી, તા. 16 મે 2018 બુધવાર

મધ્યપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે 15 દિવસની રજા લીધી છે. આ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીને એમપીના ગર્વનરનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે.

સવારે 11 વાગે રાજ્યભવનમાં રાજ્યપાલ ઓ પી કોહલીએ શપથ લીધા બાદ પ્રદેશનું કાર્ય સંભાળ્યુ. આનંદીબેન પટેલ અંગત કારણોસર યુરોપના પ્રવાસે જઈ રહ્યા છે.

અગાઉ 8 સપ્ટેમ્બર 2016થી 22 જાન્યુઆરી 2018 સુધી ઓ પી કોહલીની પાસે લગભગ દોઢ વર્ષ સુધી મધ્યપ્રદેશનો કાર્યભાર રહ્યો છે. મધ્યપ્રદેશ રાજભવનમાં હાઈકોર્ટના મુખ્ય જજની હાજરીમાં ઓ પી કોહલીએ 15 દિવસનો કાર્યભાર સંભાળ્યો.

MPના ઈતિહાસમાં આ પ્રથમ કિસ્સો જ્યારે કોઈ ગર્વનરની રજા પર જવાના કારણે બીજા રાજ્યના ગર્વનર દ્વારા શપથ લેવામાં આવ્યા. આનંદીબેન પટેલ 3 જૂને ભોપાલ પાછા ફરશે. વિદેશથી પાછા ફર્યા બાદ તે ફરીથી ગર્વનરના શપથ ગ્રહણ કરશે.

More Stories:-


Post Your Comment