કઠુઆ ગેંગરેપ: રાહુલ ગાંધી નિર્ભયા સમયે ક્યાં હતા ?: પ્રકાશ જાવડેકર


કઠુઆ ગેંગરેપ: રાહુલ ગાંધી નિર્ભયા સમયે ક્યાં હતા ?: પ્રકાશ જાવડેકર

- ભાજપે રાહુલની કેન્ડલ યાત્રા વિરુદ્ધ ટિપ્પણી કરી

- વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદના બળાત્કારના આરોપીઓને સમર્થન આપવાની ઘટનાને વખોડી


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2018 રવિવાર

ભાજપે કઠુઆ ગેંગરેપ ઘટનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીને તાત્કાલિક માંગ કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.

ભાજપે કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપ કેસમાં અડધી રાત્રે રાહુલ ગાંધીની કેન્ડલ યાત્રા પર પણ નિશાન સાધ્યુ છે. ભાજપે પૂછ્યુ કે રાહુલ ગાંધી નિર્ભયા કેસ સમયે ક્યાં હતા. બળાત્કારના આરોપીઓના બચાવના પ્રયત્નમાં કાઢવામાં આવેલી રેલીમાં કથિતરીતે ભાજપના 2 નેતા પણ સામેલ હતા. જે બાદ કોંગ્રેસ સહિત વિપક્ષે ભાજપને નિશાને લીધુ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે આ મામલે કાર્યવાહી કરી છે. અમારા બંને મંત્રીઓએ રાજીનામા આપ્યા, પરંતુ રાત્રે કેન્ડલ માર્ચ કાઢનાર રાહુલ ગાંધી પોતાના પ્રદેશ અધ્યક્ષ પર કાર્યવાહી કરતા નથી, જ્યારે દેશ નિર્ભયાના મામલે આટલો રોષે ભરાયો હતો ત્યારે રાહુલે કેન્ડલ માર્ચ કેમ કાઢી નહીં.

જાવડેકરે એકવાર ફરી રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદનો સલાથિયાના બળાત્કાર આરોપીઓને સમર્થન કરવાની ઘટનાને ફરી ઉઠાવ્યો છે.

ગુલામ નબી આઝાદે પણ માફી માંગવી જોઈએ. જાવડેકરે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે જોધપુરની જેમ જ આ કેસને પણ ફાસ્ટ ટ્રેક કોર્ટના હવાલે કરીને એક મહિનામાં ન્યાય સુનિચ્છિત કરાશે.

More Stories:-


Post Your Comment