મુંબઇની પંજાબ નેશનલ બેંકની એક બ્રાંચમાં થયું કરોડોનું બોગસ ટ્રાંઝેક્શન


મુંબઇની પંજાબ નેશનલ બેંકની એક બ્રાંચમાં થયું કરોડોનું બોગસ ટ્રાંઝેક્શન

- મુંબઇમાં આવેલી એક બ્રાંચમાં બોગસ ટ્રાન્ઝેક્શન થયાની માહિતી બહાર આવી

- ટ્રાન્ઝેક્શન બાદ શેર બજારમાં તેની અસર જોવા મળી


નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

સરકાર દ્વારા સંચાલિત દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક અને કુલ મિલકત પ્રમાણે દેશની ચોથા નંબરની સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકની મુંબઇમાં આવેલી એક બ્રાંચમાં બોગસ ટ્રાન્ઝેક્શન થયાની માહિતી બહાર આવી છે.

આ બ્રાંચમાં કુલ 11,360 કરોડ રૂપિયાના બોગસ ટ્રાન્ઝેક્શન થયુ હોવાની માહિતી છે. બેંક પ્રમાણે આ ટ્રાન્ઝેક્શન કેટલાંક ખાસ ખાતાધારકોની મંજુરીથી આ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને તેમને હેતુ આ લોકોને ફાયદો પહોંચાડવાનો છે.

બેંકના માધ્યમથી કરવામાં આવેલાં આ ટ્રાન્ઝેક્શન દ્વારા અન્ય બેંકો પાસેથી વિદેશમાં રહેલા ગ્રાહકોને એડવાન્સ પેમેન્ટની વાત પણ સામે આવી છે. બેન્કના આ ટ્રાન્ઝેક્શન બાદ શેર બજારમાં તેની અસર જોવા મળી. આ ટ્રાન્ઝક્શન બાદ બેંકના શેરના ભાવમાં 4.1% જેટલો ઘટાડો નોંધાયો હતો. જોકે હજૂ આ ટ્રાન્ઝેક્શન જે ખાતામાંથી તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું કે, તેમણે આ બાબતમાં સામેલ ખાતાધારકોના નામ તપાસ એજન્સીને આપી દીધાં છે.

More Stories:-


Post Your Comment