સંસદીય સમિતિની જાહેરાત : PNB કૌભાંડ : ૩૦ બેંકે ગેરંટી સામે ભંડોળ ચૂકવ્યું


સંસદીય સમિતિની જાહેરાત : PNB કૌભાંડ : ૩૦ બેંકે ગેરંટી સામે ભંડોળ ચૂકવ્યું


નવી દિલ્હી, તા.૧૨ માર્ચ 2018, સોમવાર

૩૦ બેંકો સહીત કેટલાક વિદેશી ધિરાણકારોએ નિરવમોદી, મેહુલ ચોક્સી અને તેમની કંપનીઓ વતી રાજ્ય સંચાલિત પંજાબ નેશનલ બેંક દ્વારા જારી લેટર ઓફ અન્ડરટેકિંગ (એલઓયુ)નાં આધાર પર ભંડોળ ચુકવ્યું છે તેવું મનાઇ રહ્યું છે, એમ પાર્લામેન્ટ કમીટીએ જણાવ્યું છે અને આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવા કહ્યું છે.

અહેવાલ અનુસાર પીએનબીની જામીનગીરીને માન આપનાર બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક અને એક્સીસ બેંકનું નામ સામેલ છે. આ સંસ્થાઓ પીએનબી કૌભાડના કેન્દ્રમાં  રહેલ જ્વેલર મોદી, ચોક્સી, તેમની કંપનીઓ અને બેંક અધિકારીઓએ આચરેલ છેતરપીંડીનો ભોગ બની છે. આ સંજોગોમાં રાજ્ય સંચાલિત બેંકોનું પુર્નમુળીકરણ ખરાબ રીતે સારા નાણાંનો વ્યય કરી શકે છે,એમ કોંગ્રેસ સભ્ય વીરપ્પા મોઅલી દ્વારા સંચાલિત નાણાંકિય કમીટીએ જણાવ્યું હતું.

સરકારે રાજ્ય સંચાલિત બેંકો માટે રૃ.૨.૧૧ લાખ કરોડનો પુર્નમુળીકરણ પ્રોગ્રામ શરૃ કર્યો છે, જેમાં અડધુ કામ પુર્ણ થયું છે.

ઘણી અન્ય ભારતીય બેંકોની આંતરરાષ્ટ્રીય બ્રાન્ચોનું માનવું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક, એક્સીસ બેંક અને કેટલીક અન્ય વિદેશી બેંકો સહીત લગભગ ૩૦ બેંકોએ આ કથિત ખોટી ગેરંટીઓના આધાર પર ચોક્કસ એકમો અથવા ઘણાં એકમો અથવા કંપનીઓને નાણાંનું ધિરાણ કર્યું હતું,એમ કમીટીએ અહેવાલમાં જણાવ્યું હતું.

More Stories:-


Post Your Comment