જેહાદીઓ અને માઓવાદીઓને રાહુલની સહાનુભૂતિનો આરોપ હાસ્યાસ્પદ: ચિદમ્બરમ


જેહાદીઓ અને માઓવાદીઓને રાહુલની સહાનુભૂતિનો આરોપ હાસ્યાસ્પદ: ચિદમ્બરમ

- અરૂણ જેટલીના વાર પર ચિદમ્બરમનો પલટવાર


નવી દિલ્હી, તા. 23 જૂન 2018, શનિવાર

કોંગ્રેસના સિનિયર નેતા પી. ચિદંબરમે આજે કહ્યું છે કે, તે આરોપ હાસ્યાસ્પદ છે કે, જેહાદીઓ અને માઓવાદીઓને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની સહાનુભૂતિ પ્રાપ્ત છે.

તેમણે તેમ પણ કહ્યું કે, કોંગ્રેસ જેહાદીઓ અને માઓવાદીઓ વિરુદ્ધ મજબૂતીથી લડાઇ લડી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ પ્રકારનો આરોપ વાહિયાત અને હાસ્યાસ્પદ છે કે, જેહાદીઓ અને માઓવાદીઓને રાહુલ ગાંધીની સહાનુભૂતિ પ્રાપ્ત છે. કોંગ્રેસે બંન્ને સમુહોનો દ્રઢતાપૂર્વક વિરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે, તે વાતને કોણ ભૂલી શકે કે, છત્તીસગઢમાં કોંગ્રેસે માઓવાદી હિંસામાં લગભગ પોતાનું સંપૂર્મ નેતૃત્વ ગુમાવ્યું હતું? તેમણે કહ્યું કે, UPA સરકાર જમ્મુ-કાશ્મીરમાં જેહાદીઓ સાથે લડી અને હિંસાઓની ઘટનાને ઘણી હદ સુધી ઓછી કરી.

નોંધનીય છે કે, કાલે ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે, તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પોતાની રાજનીતિ આતંકવાદીઓ અનુરૂપ બનાવી લીધી છે.

More Stories:-


Post Your Comment