20મી એપ્રિલે વડાપ્રધાન મોદી જર્મન ચાન્સલર એંજલા માર્કેલ સાથે કરશે મુલાકાત


20મી એપ્રિલે વડાપ્રધાન મોદી જર્મન ચાન્સલર એંજલા માર્કેલ સાથે કરશે મુલાકાત

- બ્રિટન અને સ્વિડનના પ્રવાસ બાદ પરત ફરતા સમયે બર્લિન જશે

- બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2018, રવિવાર

વડાપ્રધાન મોદી યુનાઇટેડ કિંગડમ અને સ્વિડનના પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરતી સમયે બર્લિન જશે, જ્યાં તેઓની મુલાકાત 20 એપ્રિલના રોજ જર્મન ચાન્સલર એંજલા માર્કેલ સાથે થશે. કેન્દ્રીય વિદેશ મંત્રાલાયે શનિવારે આ વાતની જાણકારી આપી હતી.

માર્કેલના 14 માર્ચના જર્મન ચાન્સલર પદ પર પોતાના ચોથા કાર્યકાળની શરૂઆત કર્યા બાદ બંન્ને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, જર્મન ચાન્સલર એંજલા માર્કેલની સાલહ પર વડાપ્રધાન મોદીએ 20 એપ્રિલે એક ટૂંકા રોકાણનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન વડાપ્રધાન જર્મન ચાન્સલર અને તેના બે નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે.

મોદી 16 એપ્રિલે 5 દિવસની સ્વિડન-બ્રિટનના પ્રવાસની શરૂઆત કરશે. જેમાં તેમનો લક્ષ્ય વેપાર અને રોકાણ સહિતના તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાનો રહેશે. મંત્રાલય પ્રમાણે બ્રિટનમાં વડાપ્રધાન કોમન્વેલ્થ કન્ટ્રીના દેશોના પ્રમુખોની બેઠકમાં ભાગ લેશે, જ્યારે સ્વિડનમાં તેઓ ઉત્તર યુરોપિયન દેશો ડેન્માર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વિડન સાથે ઇન્ડો-નોર્ડિક શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

More Stories:-


Post Your Comment