રાહુલ ગાંધી અને સિદ્ધરમૈયા બન્ને માંસ ખાઇને મંદિરે ગયા : યેદિયુરપ્પાનો દાવો


રાહુલ ગાંધી અને સિદ્ધરમૈયા બન્ને માંસ ખાઇને મંદિરે ગયા : યેદિયુરપ્પાનો દાવો

- રાહુલ ગાંધીની મંદિર મુલાકાત પર ભાજપના વાકબાણ

- ગમે તેટલા જૂઠા આરોપો લગાવો તો પણ હું મંદિરે જવાનું બંધ નહીં કરું : મંદિરના દર્શન બાદ રાહુલનો ભાજપન


ગુજરાત સ્ટાઇલે રાહુલનો કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર, ઢાબા પર રોકાઇને આખા મરચાના ભજીયા અને ચાનો સ્વાદ માણ્યો
બેંગાલુરુ, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંદીરોમાં જઇ રહ્યા છે જેને લઇને ભાજપે વાંધો ઉઠાવ્યો છે. કર્ણાટક ભાજપના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર યદુરપ્પાએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી ચીકન ખાઇને મંદીરે જાય છે. ટ્વિટર પર યદુરપ્પાએ દાવો કર્યો હતો કે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયા માછલી ખાયા બાદ મંદીરે ગયા હતા જ્યારે રાહુલ ગાંધીએ પણ માસ ખાધુ હતું અને તે બાદ મંદીરે ગયા હતા.

યદુરપ્પાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ સિદ્ધરમૈયાએ આવુ કર્યું હતું, તેઓએ મંજુનાથન મંદીરની મુલાકાત લીધી તે પહેલા માસ ખાધુ હતું. રાહુલ ગાંધી હાલ કર્ણાટકની મુલાકાતે છે, તેઓ જ્યારે કાફલા સાથે જઇ રહ્યા હતા ત્યારે અચાનક કનકાગીરી અને કોપ્પલ જિલ્લામાં આવેલા મંદીરના દર્શન કર્યા હતા. અહીં પ્રખ્યાત કંચન લક્ષ્મી અને નરસિમ્હા મંદીર આવેલા છે જેના દર્શન રાહુલે કર્યા હતા. મંદીરોમાં દર્શન માટે જતા રાહુલ ગાંધીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે મને મંદીરે જવુ પસંદ હોય તો તેમાં બીજાને શું વાંધો હોઇ શકે? કોઇના જુઠા આરોપોને પગલે હું મંદીરે જવાનું બંધ નહીં કરું કે ન તો મારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઓછી થશે. હું મંદીરે અવાર નવાર જતો રહીશ.

દરમિયાન રાહુલ ગાંધી જે રીતે ગુજરાતમાં પ્રચાર દરમિયાન ઢાબા કે રેસ્ટરંટમાં ભોજન લઇ રહ્યા હતા તેવી જ રીતે હાલ કર્ણાટકમાં પણ પ્રચાર દરમિયાન લઇ રહ્યા છે. તેઓ સોમવારે કલામલા વિસ્તારમાં રોડ પર આવેલ એક સ્થળે રાહુલ ગાંધી થોડા સમય માટે રોકાયા હતા અને અહીંના પ્રખ્યાત ભજીયા મર્ચા ખાધા હતા. આખા મર્ચાના આ ભજીયાને કર્ણાટકમાં મિર્ચી ભજ્જી તરીકે ઓળખવામાં આવે છે, સાથે અહીંના ઢાબાની રાહુલે ચા પણ પીધી હતી.

દરમિયાન ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી માસ ખઇને મંદીરે ગયા હતા. જોકે રાહુલે માસ ક્યાં ખાધુ અને ક્યારે ખાધુ તેની કોઇ તસવીર કે પુરાવા યદુરપ્પાએ નહોતા આપ્યા, કેટલાક રિપોર્ટને ટાંકીને તેઓએ આ દાવો કર્યો હતો. બીજી તરફ રાહુલે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે જેને જેટલા જુઠા આરોપો લગાવવા હોય તે લગાવે હું મંદીરે જવાનું બંધ નહીં કરું.

More Stories:-


Post Your Comment