કર-નાટકના રાજકીય અખાડામાં રામ જેઠમલાણીની એન્ટ્રી: સુપ્રીમમાં કરી અરજી


કર-નાટકના રાજકીય અખાડામાં રામ જેઠમલાણીની એન્ટ્રી: સુપ્રીમમાં કરી અરજી

- યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું નિમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો


નવી દિલ્હી, તા. 17 મે 2018, ગરૂવાર

કર્ણાટકના રાજકીય સંગ્રામનું કેન્દ્રબિંદુ હવે સુપ્રીમ કોર્ટ બન્યું છે. કોંગ્રેસ અને JDSએ રાજ્યપાલના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે ત્યારે હવે સિનિયર વકિલ અને રાજ્યસભાના સાંસદ રામ જેઠમલાની પણ આ લડાઇમાં કુદ્યાં છે.

રામ જેઠમલાનીએ રાજ્યપાલના નિર્ણયને બંધારણીય શક્તિનો દૂરઉપયોગ ગણાવ્યો છે.

તેમણે કોર્ટેમાં અરજી કરતા કહ્યું કે, હું આ મામલે વ્યક્તિગત રીતે પોતાનો પક્ષ રાખવા માંગુ છું. જેને કોર્ટે વિચારમાં લેવો જોઇએ. હું વ્યક્તિગતરીતે આવ્યો છું કોઇ પક્ષ તરફથી નથી આવ્યો.

જેના પર ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ કહ્યું કે, આ મામલો જસ્ટિસ એ.કે. સિકરીની અધ્યક્ષતાવાળી બેચ સંભળાવી રહી છે. તે બેચ શુક્રવારે બેસશે તેથી તમે આ મામલો ત્યાં ઉઠાવી શકો છો. હવે આ મામલો જેઠમલાણી શુક્રવારે ઉઠાવશે.

જેઠમલાણીએ કર્ણાટકની રાજનીતિ પર કહ્યું કે, આખરે ભાજપે રાજ્યપાલને એવું તે શું કહ્યું કે, તેમણે આ પ્રકારનું પગલુ ભર્યું? રાજ્યપાલનો આદેશ ભ્રષ્ટાચારને ખુલ્લું નિમંત્રણ છે.

જેઠમલાણીએ રાજ્યપાલ દ્વારા યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું નિમંત્રણ આપવાના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે.

More Stories:-


Post Your Comment