SBIના ગ્રાહકોને મોટી રાહત: મિનિમમ બેલેન્સ ચાર્જ 75% સુધી ઘટ્યો


SBIના ગ્રાહકોને મોટી રાહત: મિનિમમ બેલેન્સ ચાર્જ 75% સુધી ઘટ્યો

- પહેલાની સરખામણીએ ઘણો ઓછો ચાર્જ ચૂકવવો પડશે

- નવા દરનો ઘટાડો 1 એપ્રિલથી લાગુ થશે


નવી દિલ્હી, તા. 13 માર્ચ 2018 મંગળવાર

ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. SBIએ તે લોકોને મોટી રાહત આપી છે, જે પોતાના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવી રાખવામાં સક્ષમ હોતા નથી.

SBIએ ખાતામાં મિનિમમ બેલેન્સ ના રાખવા પર લગાવનાર ખર્ચને 75 ટકા ઘટાડી દીધો છે. આ ઘટાડા બાદ પહેલાની સરખામણીએ ઘણો ઓછો ચાર્જ આપવો પડશે. જોકે આ ઘટાડો 1 એપ્રિલથી લાગુ થશે.

વર્તમાન સમયમાં મેટ્રો શહેરમાં 3 હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ પોતાના ખાતામાં રાખવુ પડે છે. અર્ધ શહેરી શાખાઓની વાત કરીએ તો 2 હજાર રૂપિયાની રકમ રાખવી પડે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં એક હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ જાળવી રાખવાનું હોય છે.

મેટ્રો શહેરમાં 50 ટકાથી ઓછુ બેલેન્સ રાખીએ તો વર્તમાન સમયમાં તમને 30 રૂપિયા પ્લસ GST આપવો પડે છે. આ હિસાબથી તમને 30 રૂપિયા પ્લસ 5.4 રૂપિયાની GST તરીકે આપવો પડશે.

નવા દરોને લાગુ થયા બાદ 1 એપ્રિલથી જેવા જ નવા દરો લાગુ થશે 75 ટકા સુધીનો ઓછો ચાર્જ આપવો પડશે. આ રીતે તમને 22.5 રૂપિયા પ્લસ GST ચૂકવવો પડશે. એવામાં તમને પૂરો ચાર્જ જે બનશે, તે 4.05 રૂપિયાનો GST મળીને 26.55 રૂપિયા થઈ જશે. આ સ્થિતિ અર્ધ શહેરી અને ગ્રામીણ ભાગોની શાખાઓમાં પણ હશે.

અગાઉ SBIએ મિનિમમ બેલેન્સની મર્યાદા મેટ્રો શહેરો માટે 5 હજારથી ઘટાડીને 3 હજાર રૂપિયા કરી દીધી હતી. આ સાથે જ અર્ધ શહેરી શાખાઓના ગ્રાહકો માટે આ મર્યાદા 2 હજાર રૂપિયા કરી દીધી હતી. આ સાથે જ મેટ્રો અને અર્બન સેન્ટર્સ કેટેગરીમાં મિનિમમ બેલેન્સ ના રાખવા પર લાગનાર ચાર્જ પણ 20-50 ટકા સુધી ઓછો કરી દીધો છે. મિનિમમ બેલેન્સને લઈને લાગનાર ચાર્જ ખાતાઓમાં રાખનાર રકમના હિસાબથી લાગે છે.

More Stories:-


Post Your Comment