બેંક સહિત જરૂરી સેવાઓમાં આધાર લીંક કરવાની સમય મર્યદા વધી


બેંક સહિત જરૂરી સેવાઓમાં આધાર લીંક કરવાની સમય મર્યદા વધી

- સુપ્રીમ કોર્ટે આમ આદમીને રાહત આપી


નવી દિલ્હી, તા. 13 માર્ચ 2018, મંગળવાર

દેશની વડી અદાલતે આમ આદમીને રાહત આપતા આધારકાર્ડને બેંક સહિતની જરૂરી સેવાઓ સાથે લીંક કરવાની સમય મર્યદા વધારી આપી છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ આધાર નંબરને બેંક એકાઉન્ટ, મોબાઇ નંબર અને અન્ય જરૂરી સુવિધાઓથી લીંક નહી કરાવી શકનાર આમ આદમી માટે સમય મર્યાદા આગામી ચૂકાદા સુધી વધારી આપ્યો છે.

કોર્ટના ચૂકાદો તે લોકો માટે મોટી રાહતના સમાચાર છે જેઓ હજુ સુધી પોતાના આધારને જરૂરી સેવાઓ સાથે લીંક નથી કરાવી શક્યાં.

ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી પાંચ જજોની બંધારણીય બેંચે આ ચૂકાદો સંભળાવ્યો છે. બંધારણીય બેંચે કહ્યું કે સરકાર આધારને અનિવાર્ય બનાવવા પર ભાર મુકી શકે નહીં. વડી અદાલતે ગત વર્ષે 15 ડિસેમ્બરના રોજ આધારને અનેક યોજનાઓ સાથે ફરજીયાત રીતે લીંક કરવાની સમય મર્યદા 31 માર્ચ સુધી વધારી આપી હતી.

આ પહેલા આધારને પડકારવાના સંબંધમાં દલીલો રજુ કરી રહેલા સિનિયર વકીલ શ્યામ દીવાને કહ્યું હતું કે 31 માર્ચ 2018ની સમય મર્યાદા વધારવામાં આવી શકાય છે કારણકે આ વાતની શક્યતા બિલકુલ લાગતી નથી કે આધાર અધિનિયમની બંધારણીય માન્યતાને પડકારવાના કેસમાં સુનાવણી પુરી થઇ જાય.

More Stories:-


Post Your Comment