શશી થરુરે જ સુનંદા પુષ્કરને આત્મહત્યા માટે ઉશ્કેર્યા હતાં: SIT


શશી થરુરે  જ સુનંદા પુષ્કરને આત્મહત્યા માટે ઉશ્કેર્યા હતાં:  SIT

- આત્મહત્યા મુદ્દે ૩૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ

- ગયા વર્ષે ઓક્ટોબર માસમાં કાયદા અધિકારીએ કહ્યું હતું કે આ કેસમાં કોઇની વિરુદ્ધ પુરાવા નથી, હવે કેસમ


- થરુર વિરુદ્ધ પોલીસે ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરવું), ૪૯૮ (માનસિક ત્રાસ આપવો) કલમો લગાવી

- ૨૦૧૪માં દિલ્હીની લીલા પેલેસ હોટેલમાં સુનંદા પુષ્કરનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો

નવી દિલ્હી, તા.14 મે 2018, સોમવાર

કોંગ્રેસના સાંસદ શશી થરુરના પત્નિ સુનંદા પુષ્કરના મોત મામલે તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની એસઆઇટીએ કોર્ટમાં અંતીમ ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી પોલીસનો દાવો છે કે સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી હતી પણ તેને આત્મહત્યા કરવા માટે તેના પતિ શશી થરુરે ઉશ્કેરી હતી. જેેને પગલે શશી થરુરને આ કેસમાં પોલીસે આરોપી બનાવ્યા છે.

શશી થરુર પર પોલીસે બે કલમો લગાવી છે જેમાં એક ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરવું) અને ૪૯૮ (માનસીક ત્રાસ આપવો). મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ પોલીસની આ ચાર્જશીટ ૩૦૦૦ પાનાની છે. હવે આ મામલે કોર્ટ આગામી ૨૪મી મેએ પોતાની આગામી સુનાવણી હાથ ધરશે.

૨૦૧૪માં જાન્યુઆરી માસમાં દિલ્હી સ્થિત હોટેલ લીલા પેલેસમાં સુનંદા પુષ્કરનો મૃતદેહ રહસ્યમય સ્થિતિમાં મળી આવ્યો હતો. આત્મહત્યા કર્યાની પોલીસને શંકા હતી સાથે હત્યા પાછળ કોઇ જવાબદાર છે કે કેમ તે એંગલથી પણ તપાસ ચાલી રહી હતી. અંતે પોલીસે દાવો કર્યો છે કે સુનંદા પુષ્કરે આત્મહત્યા જ કરી હતી, પણ સાથે પોલીસે આ મામલે સુનંદાના પતિ શશી થરુરને આરોપી બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું છે કે ભાજપ સરકારનું આ કાવતરુ છે, શશી થરુરને બદનામ કરવા માટે પોલીસ સરકારના ઇશારે કામ કરી રહી છે.

પોલીસે જોકે દાવો કર્યો હતો કે શશી થરુરે સુનંદા પુષ્કરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા, જે અંગેના અમારી પાસે પુરાવા છે. ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું છે કે શશી થરુરે સુનંદા પુષ્કરને માનસીક અત્યાચાર પણ આપ્યો હતો. આ અંગેની જાણકારી અમને સાઇકોલોજિકલ ઓટોસ્પાઇ દ્વારા મળી છે. જેના આધારે અમે શશી થરુરને આરોપી બનાવ્યા છે. સાઇકોલોજિકલ ઓટોસ્પાઇ માનસીક સ્થિતિની જાણકારી આપે છે.

જેના આધારે આત્મહત્યા સમયે વ્યક્તિની માનસીક સ્થિતિનો પણ ખ્યાલ આવી શકે છે તેવો નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે. જેને પોલીસે પણ પોતાની તપાસનો આધાર બનાવ્યો છે. અને તેના આધારે જ શશી થરુરને ન માત્ર આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપી બનાવ્યા છે સાથે માનસીક ત્રાસ આપવાનો આરોપ પણ તેમના પર લગાવવામાં આવ્યો છે.

પોતાના બચાવમાં બાદમાં શશી થરુરે ટ્વિટર પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ૧૭મી ઓક્ટોબરે દિલ્હી હાઇકોર્ટમાં લો ઓફિસરે એવું નિવેદન આપ્યું હતું કે આ કેસમાં કોઇ પણ વ્યક્તિ વિરુદ્ધ કોઇ જ પુરાવા નથી મળ્યા. અને હવે અચાનક પોલીસ મને આ કેસમાં આરોપી બનાવી રહી છે અને મારા પર સુનંદાને ઉશ્કેરવાનો આરોપ લગાવી રહી છે. આ ખરેખર અવિશ્વસનીય છે. 

More Stories:-


Post Your Comment