ભગવા આતંકવાદ પર સોનિયા-રાહુલ હિંદુઓની માફી માંગે, કારણ વગર બદનામ કર્યા: સંબિત પાત્રા


ભગવા આતંકવાદ પર સોનિયા-રાહુલ હિંદુઓની માફી માંગે, કારણ વગર બદનામ કર્યા: સંબિત પાત્રા

- કોંગ્રેસે ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કરીને હિંદુઓનું અપમાન કર્યું


નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2018 સોમવાર

હૈદરાબાદની જાણીતી મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યા બાદ કોંગ્રેસ અને ભાજપે આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દોર શરૂ કર્યો છે.

BJP નેતા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ કે કોર્ટના ચુકાદા પર કોંગ્રેસના નેતાઓના નિવેદન શરમજનક છે. કોંગ્રેસના નેતા હવે કહી રહ્યા છે કે NIAએ યોગ્ય તપાસ કરી નહીં હોય. તાજેતરમાં જ 2જી કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો ત્યારે તો કોંગ્રેસે આવુ કંઈ કીધુ નહોતુ. પાત્રાએ કોંગ્રેસ પર ડબલ સ્ટેન્ડ રાખવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યુ કે પી. ચિદંમ્બરમ અને સુશીલ શિંદે જેવા નેતાઓએ ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કરીને હિંદુઓનું અપમાન કર્યું હતુ. જેના માટે સોનિયા અને રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. ભાજપે કોર્ટના આ ચુકાદાને કર્ણાટક ચૂંટણી માટેનું હથિયાર બનાવતા કહ્યું જનતા કર્ણાટકમાં કોંગ્રેસને હરાવીને અપમાનનો બદલો ચૂકવશે.

More Stories:-


Post Your Comment