જો હું હેલ્મેટ નહી પહેરતા કેમેરામાં ઝડપાયો તો મારા ઘરે પણ ચલણ પહોંચશે: નિતિન ગડકરી


જો હું હેલ્મેટ નહી પહેરતા કેમેરામાં ઝડપાયો તો મારા ઘરે પણ ચલણ પહોંચશે: નિતિન ગડકરી

- કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં જણાવ્યું


નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન વખતે જણાવ્યું કે, અમે એવી વ્યવસ્થા લાવવા જઇ રહ્યાં છીએ કે જો હું પોતે પણ ટ્રાફિકના નિયમો તોડતા અથવા હેલ્મેટ નહી પહેરતા કેમેરામાં આવીશ તો 24 કલાકમાં મારા ઘરે ચલણ પહોંચી જશે. જ્યારે આ તકે કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, દિલ્હી-મેરઠ હાઇવેનું કામ જલ્દીથી પૂર્ણ થવાનું છે. જેથી દિલ્હીથી મેરઠ વચ્ચેનું અંતર ખૂબ ઓછા સમયમાં પસાર થઇ જશે.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સતત વધી રહેલા અકસ્માત પર જણાવ્યું કે, દેશમાં 30% ડ્રાઇવિંગ લાઇસન્સ બોગસ છે. જેમાં સુધારાની જરૂર છે. તેમજ દેશમાં ટ્રાફિક નિયમની કોઇ સિસ્ટમ નથી. તેમજ ભારતમાં સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જાય છે. જેથી અકસ્માતો વધી રહ્યાં છે. પરંતુ હવે આવુ નહી થાય. અમે દેશમાં 2 હજાર તાલીમ કેન્દ્રો શરૂ કરવા જઇએ છીએ જેમાંથી 80 તાલીમ કેન્દ્રો શરૂ પણ થઇ ચૂક્યા છે. જેના કારણે બોગસ રીત કોઇનું પણ ડ્રાઇવિંગ લાઇસન્સ નહી બની શકે.

More Stories:-


Post Your Comment