કઠુઆ ગેંગરેપ : આ છે તે 8 આરોપીઓની યાદી જેમણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ


કઠુઆ ગેંગરેપ : આ છે તે 8 આરોપીઓની યાદી જેમણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ

- જાણો, કોણ છે તે આઠ લોકો જેમણે માસૂમ બાળકીની નિર્દયતાથી હત્યા કરી દીધી

- 15 વર્ષીય સગીરથી લઇને 62 વર્ષીય વૃદ્ધ પણ આ અમાનવીય કૃત્યમાં સામેલ


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2018, રવિવાર 
 
જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની માસૂમ બાળકી સાથે ગેંગરેપના કેસમાં પોલીસે 8 લોકોને આરોપી માન્યા છે. જેમાંથી ચારની ધરપકડ કરી લેવામાં આવી છે.
 
13 જાન્યુઆરીના રોજ કઠુઆના રસના ગામમાંથી આઠ વર્ષની બાળકીનું પહેલા અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ કેટલાય દિવસ સુધી તેને નશીલી દવા આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ નિર્દયતાથી તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં 15 વર્ષના સગીરથી લઇને 62 વર્ષ સુધીનો આરોપી છે. 
 
જાણો, કોણ છે તે આઠ આરોપી : 
 
1. માસૂમ સાથે દુષ્કર્મ આચરનાર પહેલો આરોપી 15 વર્ષનો એક સગીર છોકરો છે જેણે પોતાના મિત્ર સાથે મળીને બાળકીનું અપહરણ કર્યુ ત્યારબાદ તેની સાથે રેપ કર્યુ અને પછી મંદિર લઇ ગયો. અને તે કેટલાય દિવસ સુધી બાળકીને નશીલી દવા આપીને દુષ્કર્મ કરતો રહ્યો. 
 
2. આ કેસનો બીજો આરોપી 62 વર્ષનો સાંજી રામ છે. સાંજી રામને આખા કેસનો માસ્ટરમાઇન્ડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર સાંજી રામે જ પોતાના 15 વર્ષીય સગીર ભત્રીજાને આ કામ માટે ઉશ્કેર્યો હતો. 
 
3. બાળકી સાથે દુષ્કર્મ કરનાર ત્રીજો આરોપી સ્પેશિયલ પોલીસ ઑફિસર દીપક ખજુરિયા છે. દીપક એ જ આરોપી છે જેણે બાળકીને મારી નાંખતા પહેલા એકવાર બળાત્કાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ બાળકીને થોડાક દિવસ સુધી બાંધી રાખીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 
 
4. ચોથો આરોપી છે સ્પેશિયલ પોલિસ ઑફિસર સુરિંદર કુમાર. સાક્ષીઓએ સુરિંદરને ઘટના સ્થળે જોયો હતો. કૉલ ડેટા રેકૉર્ડમાં પણ તેની હાજરી હોવાનું જાણવા મળ્યું છે. 
 
5. પાંચામો આરોપી છે 15 વર્ષીય સગીરનો મિત્ર. જેણે સગીર સાથે મળીને બાળકીનું અપહરણ કર્યુ હતું અને તેનું કિડનેપ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતુ. 
 
6. વિશાલ જંગોત્રા આ કેસમાં છઠ્ઠો આરોપી છે. વિશાલ આખી ઘટનાને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ સાંજી રામનો દિકરો છે. વિશાલ એ જ આરોપી છે જે મેરઠમાં રહે છે તેને કૉલ કરીને મેરઠથી કઠુઆ બોલાવવામાં આવ્યો હતો. 
 
આ 6 આરોપીઓ ઉપરાંત બે પોલીસ કર્મચારીઓની આ ઘટનાની જાણ હોવાની અને લાંચ લઇને કેસને રફા-દફા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ચાર્જશીટ અનુસાર એસઆઇ આનંદ દત્તા અને હેડ કૉન્સ્ટેબલ તિલક રાકે પુરાવા છુપાવીને આરોપીઓની મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

More Stories:-


Post Your Comment