મધ્યપ્રદેશ: લો બોલો, હવે હાજરી નોંધાવતી વખતે વિદ્યાર્થીઓ બોલશે 'જય હિંદ'


મધ્યપ્રદેશ: લો બોલો, હવે હાજરી નોંધાવતી વખતે વિદ્યાર્થીઓ બોલશે 'જય હિંદ'

- મધ્યપ્રદેશ સરકારનો તમામ શાળાઓને આદેશ

- જય હિંદ બોલવાથી વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિની ભાવના પેદા થશે: MP શિક્ષણ વિભાગ


ભોપાલ, તા. 16 મે 2018 બુધવાર

મધ્યપ્રદેશ સરકારનો આ આદેશ તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કુલોમાં લાગુ થશે.

મધ્ય પ્રદેશ સરકારના નવા આદેશ અનુસાર હવે વિદ્યાર્થીઓને હાજરી આપતા સમયે જય હિંદ બોલવુ પડશે.

સામાન્યરીતે સ્કુલોમાં હાજરીના સમયે વિદ્યાર્થીઓ યસ સર અથવા યસ મેમ બોલતા હોય છે, પરંતુ આ નવા સરકારી આદેશ બાદ અત્યારે તમામ વિદ્યાર્થી જય હિંદ બોલશે.
 
મધ્ય પ્રદેશ શિક્ષણ વિભાગ અનુસાર આનાથી વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિની ભાવના પેદા થશે.

અગાઉ પહેલી નવેમ્બર 2017માં મધ્ય પ્રદેશના શાળા શિક્ષણ મંત્રી વિજય શાહે કહ્યુ હતુ કે હવે વિદ્યાર્થી યસ સર કે યસ મેમની જગ્યાએ જય હિંદ બોલીને પોતાની હાજરી નોંધાવશે.

તેમણે કહ્યુ હતુ કે આ પગલુ તમામ 1.22 લાખ સરકારી શાળાઓમાં જાહેર કરવામાં આવશે અને પ્રાઈવેટ સ્કુલોને પણ આ આદેશને લઈને દિશા-નિર્દેશ આપવામાં આવશે.

More Stories:-


Post Your Comment