સેનાના મેજર વિરૃદ્ધ એફઆઇઆર પર સુપ્રીમનો સ્ટે: જવાનોનું મનોબળ તૂટશે


સેનાના મેજર વિરૃદ્ધ એફઆઇઆર પર સુપ્રીમનો સ્ટે: જવાનોનું મનોબળ તૂટશે

- રાજ્ય અને કેન્દ્ર સરકાર બે સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ

- મેજર આદિત્યકુમારના પિતાની અરજીને સુપ્રીમે માન્ય રાખી, બે સપ્તાહમાં રાજ્ય-કેન્દ્ર સરકારને નોટીસ જવા


હિંસક ટોળાને વિખેરવા અને સ્વબચાવમાં ગોળીબાર ન કર્યો હોત તો જવાનનું પણ મોત નિપજી શકે તેમ હતંુ : સૈન્ય
નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સૈન્યના ગોળીબારમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે બાદમાં કાશ્મીર પોલીસે સૈન્યના મેજર અને જવાન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી એફઆઇઆર નોંધી છે. જેને બાદમાં મેજરના પિતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતી વેળાએ હાલ આ એફઆઇઆર પર સ્ટે મુકી દીધો છે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટીસ પણ ફટકારી છે. બન્ને સરકારોએ બે સપ્તાહની અંદર આ મામલે કોર્ટને જવાબ આપવાનો રહેશે.

આ એક એફઆઇઆરને કારણે કેન્દ્રની ભાજપ સરકાર અને કાશ્મીરની પીડીપી-ભાજપ ગઠબંધન વાળી સરકાર વચ્ચે તકરાર વધી ગઇ છે. મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તી પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યા છે અને એફઆઇઆર પરત લેવાની અગાઉ ના પાડી દીધી હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાશ્મીર સરકાર શું નિર્ણય લે છે તે મહત્વનંુ રહેશે. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની આગેવાનીમાં ગઠીત બેંચ સમક્ષ મેજર આદિત્યકુમારના પિતા વતી વકીલ એશ્વર્યા ભાટીએ એવી દલીલ કરી હતી કે શોપિયા મામલે મેજર આદિત્ય કુમાર વિરુદ્ધ દાખલ કેસ ગેરકાયદે છે.

થોડા દિવસ પહેલા ૨૭મી જાન્યુઆરીએ કાશ્મીરના શોપિયામાં સૈન્ય પર સ્થાનિક લોકોની ભીડે પથ્થરમારો કર્યો હતો, જેને વિખેરવા માટે સૈન્યે ગોળીબાર કર્યો હતો. જેને પગલે ઘટના સ્થળ પર જ બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે એક ઘાયલ સ્થાનિકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે મેજરે પોતાના બચાવમાં કહ્યું હતું કે સૈન્યએ ગોળીબાર કરવો પડયો હતો

કેમ કે જો આમ ન કર્યું હોત તો ભીડ જવાનો પર તુટી પડી હતી અને તેને કારણે કોઇ જવાનનું મોત પણ થઇ શકે તેમ હતું, સ્વબચાવ અને સ્થિતિને શાંત કરવા માટે આ ગોળીબાર કરાયો છે. હાલ સુપ્રીમ કોર્ટે એફઆઇઆર પર સ્ટે મુકી દીધો છે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે. એવી શક્યતાઓ છે કે બન્ને સરકારોનો જવાબ એકબીજાથી વીરોધાભાસી હોઇ શકે છે.

More Stories:-


Post Your Comment