રેલવેનો ૫૭ વર્ષમાં સૌથી સારો રેકોર્ડ ૨૦૧૭-૧૮માં માત્ર ૭૩ અકસ્માત


રેલવેનો ૫૭ વર્ષમાં સૌથી સારો રેકોર્ડ ૨૦૧૭-૧૮માં માત્ર ૭૩ અકસ્માત

- ૨૦૧૬-૧૭માં ૬૦૭ લોકો માર્યા ગયા હતા અથવા તો ઘાયલ થયા હતા

- વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૫૪ લોકો કાંતો ઘાયલ થયેલા અથવા માર્યા ગયેલા


-  પાટા પરથી ઉથલી પડવાની ઘટના ૨૦૧૬-૧૭માં ૭૮ હતી તો ૨૦૧૭-૧૮માં ૫૪

(પીટીઆઇ)  નવી દિલ્હી,તા.14 એપ્રિલ 2018, શનિવાર

રેલવેએ છેલ્લા પાંચ દાયકાઓમાં  સુરક્ષા ક્ષેત્રે સૌથી સારો રેકોર્ડ કર્યો હતો જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં અક્સ્માતની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં ઓછી રહી હતી. ૩૦ માર્ચ સુધી, સમગ્ર રેલવે નેટવર્કમાં  માત્ર ૭૩ અકસ્માત નોંધાયા હતા જે અગાઉના ૧૦૪ની સરખામણીમાં ઓછા હતા અને છેલ્લા પાંચ દાયકામાં આ સૌથી સારો રેકોર્ડ રહ્યો હતો.

'આ સુધારા પાછળનું મુખ્ય કારણ નવા પાટા છે. ૨૦૧૭-૧૮માં ૪૪૦૫ કિમીમાં જુના પાટાને બદલે નવા પાટા નાંખવામાં આવ્યા હતા.રેલવે રિન્યુઅલમાં આ સંખ્યા સૌથી મોટી છે. આ વર્ષ માટે અમારો લક્ષ્યાંક ૪૪૦૦ કિમીનો હતો જેને અમે વટાવી ગયા'એમ એક અધિકારીએ કહ્યું હતું.વાસ્તવમાં સૌથી શ્રેષ્ઠ રેકોર્ડ વર્ષ ૨૦૦૪-૨૦૦૫માં હતો જ્યારે દેશની માલીકીની રેલવેને રૃપિયા ૧૭૦૦૦ કરોડ આપ્યા હતા અને રેલવેએ ૪૧૭૫ કિમીના ટ્રેક નાંખ્યા હતા. આ નાણાકીય વર્ષમાં સૌથી લાંબા અંતરની મુસાફરી પણ રેલવેએ કરી હતી.

વર્ષ ૨૦૧૭-૧૮ન ૧૧૭૦.૭ મિલિયન કિમીની સરખામણીમાં ૧૯૬૦૬૧માં રેલવેની તમામ ટ્રેનોએ ભેગા મળી માત્ર ૩૮૮.૧ મિલિયન કિમીની જ મુસાફરી કરી હતી.છેલ્લા પાંચ વર્ષોમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૭.૪ કરોડ કિમી વધુ મુસાફરી કરી હોવા છતાં અકસ્માતની સંખ્યા ખૂબ જ ઓછી રહી હતી.અકસ્માતનો સવાલ છે ત્યાં સુધી વર્ષ ૧૯૬૦-૬૧માં ૨૧૩૧ હતા પણ ૧૯૭૦-૭૧માં ઘટીને ૮૪૦ થયા અને ૧૯૮૦-૮૧માં ૧૦૧૩ હતા.

એવી જ રીતે મૃત્યની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો.વર્ષ ૨૦૧૬-૧૭માં ૬૦૭ લોકો માર્યા ગયા હતા અથવા તો ઘાયલ થયા હતા, વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૫૪ હતા.

More Stories:-


Post Your Comment