કેન્દ્રની સરકાર RSSના રિમોટ કન્ટ્રોલથી ચાલે છે :તૃણમૂલ કોંગ્રેસ


કેન્દ્રની સરકાર RSSના રિમોટ કન્ટ્રોલથી ચાલે છે :તૃણમૂલ કોંગ્રેસ

- ગૃહ રાજ્ય મંત્રી રિજિજુ સરકારના નહીં બલકે સંઘના મંત્રી: ડેરેક ઓબ્રિયાન


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

ભારતીય સેના કરતાં સંઘના સ્વંયસેવકો વધુ જલદીથી તૈયાર થઇ જશે એવા RSSના વડા ભાગવતના નિવેદનનો બચાવ કરનાર કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુ પર પ્રહાર કરતાં પશ્ચિમ ંબગાળના શાસક પક્ષ તૃણમુલ કોંગ્રેસે કહ્યું હતું કે હવે તો વધારે સ્પષ્ટ થઇ ગયું છે કે મોદી સરકાર સંઘના રિમોટ કન્ટ્રોલથી જ ચાલે છે.

'ભારત સરકારનો એક મંત્રી RSSનો બચાવ કરે છે તે જોતાં લાગે છે કે રિજિજુ રાજ્યના મંત્રી નથી, બલ્કે સંધ પરિવારના મંત્રી છે'એમ તૃણમુલ કોંગ્રેસના નેતા અને સાંસદ ડેરેક ઓબ્રિયેનને પત્રકારોને કહ્યું હતું.

ભારતીય સેના પર ભાગવતનું નિવેદન અને પોલીસ યુનિફોર્મમાં બીએસએફના વડા કે.કે. શર્માનું સંધ પરિવારના એક કાર્યક્રમમાં હાજરીનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે આ બાબત કંઇ યોગાનુયોગ  નથી.' દરેક બંધારણીય સંસ્થાને હંાસિયામાં ધકેલી દેવાય છે. રાજભવનો શાખામાં ફેરવાઇ ગયા છે અને કેટલાક રાજ્યપાલો તો સંધના પ્રચારકો બની ગયા છે.ત્રિપુરાના ગવર્નર સંધના એક વધુ ટ્રોલ સેના બની ગયા છે'એમ તેમણે કહ્યું હતું.

ભારતીય સેના પર ભાગવતના નિવેદન પછી ગૃહ રાજ્ય મંત્રી રિજિજુએ આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે 'ભાગવતે તો એમ કહ્યું હતું કે કોઇ વ્યક્તિને તાલીમબધ્ધ સૈનિક બનવામાં સાત-આઠ મહિના લાગી જાય છે અને જો બંધારણ પરવાનગી આપે તો અને સંધની કેડરમાં સેનાને મદદ કરવાની તાકાત છે'.આ મુદ્દે તૃણમુલ કોંગ્રેસ બજેટ સત્રના બીજા ભાગમાં  રાજ્યસભા અને લોકસભામાં ંબધારણીય સંસ્થાઓ પડી ભાંગી હોવા અંગે નોટીસ આપશે.

More Stories:-


Post Your Comment