'માણિક'નું મિશન ત્રિપુરા: ભાજપનું ગઠબંધન રાજ્ય માટે ખતરનાક


'માણિક'નું મિશન ત્રિપુરા: ભાજપનું ગઠબંધન રાજ્ય માટે ખતરનાક

- મણિકે ભાજપના ગઠબંધન પર ત્રિપુરાનો ઇતિહાસ ભૂંસવાનો આરોપ લગાવ્યો

- 'અચ્છે દિન', મોંઘવારી, પેટ્રોલના વધતા ભાવ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા


નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

દેશના ઘણાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી મણિક સરકારે પોતાની ચૂંટણી સભામાં ભાજપના નેતૃત્વનવાળા ગઠબંધન પર પ્રહારો કર્યા હતા. તેમણે આ ગઠબંધન પર ત્રિપુરાના ઇતિહાસને ભૂંસવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ અને ઇન્ડિઝ પીપલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા સત્તા સુધી પહોંચવા માટે સાચા-ખોટાંનો ભેદ ભૂલી અને આ ચૂંટણી જીતવા માંગે છે તેમ જણાવ્યું છે.

આ સભામાં તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ દેશમાં અશાંતિ ફેલાવી રહ્યું છે. તેમજ ભાજપ આ ચૂંટણીમાં IPFTને સમર્થન આપી રહ્યું છે જે ત્રિપુરાના ભાગલાં પાડવા માંગે છે. તેથી આ ત્રિપુરાના ઇતિહાસને ભૂંસવાની યોજના ગણાવી. તેમણે ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું કે, ચાર વર્ષ પહેલાં ભાજપ 'અચ્છે દિન'ના વાયદાઓ સાથે આવી હતી પરંતુ અત્યાર સુધી કોઇ વાયદો પુરો કર્યો નથી. વિશ્વની તુલનાએ દેશમાં મોંઘવારી અને પેટ્રોલની કિંમત સૌથી વધારે છે.

જ્યારે યોગી આદિત્યનાથે પોતાની રેલીમાં વિકાસ, સુશાસન અને મોદીની લોકપ્રિયતાને કારણે ત્રિપુરામાં ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી સરકાર પર પ્રહોર કર્યા હતા. તેમજ રાજ્યમાં સાતમાં પગારપંચ મામલે સરકારને નિશાને લીધી હતી. ઉલ્લેખનિય છે કે, ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીના રોજ 60 બેઠકો પર ચૂંટણી યોજાશે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે.

More Stories:-


Post Your Comment