દલિતોમાં કોઈ રોષ નથી, આ તો કેટલાક લોકોની ઉપજાવી કાઢેલી વાત છે: CM યોગી


દલિતોમાં કોઈ રોષ નથી, આ તો કેટલાક લોકોની ઉપજાવી કાઢેલી વાત છે: CM યોગી

- રાજ્યમાં ક્યારેય પણ સવર્ણો અને અનુસૂચિત જાતિ વચ્ચે તણાવ જોવા મળ્યો નથી


નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2018 સોમવાર

યુપીના CM યોગી આદિત્યનાથે દલિતોના આંદોલનને કેટલાક લોકોની ઉપજાવી કાઢેલી વાત ગણાવી.

યોગી આદિત્યનાથને આંદોલન વિશે અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. યુપીમાં જાતિગત તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં થયેલા દલિતોના આંદોલન આનું ઉદાહરણ છે. આ વિશે યુપી સરકાર શું કરી રહી છે? આ પ્રશ્ન પર સીએમે કહ્યું, રાજ્યમાં ક્યારેય પણ સવર્ણો અને અનુસૂચિત જાતિ વચ્ચે તણાવ જોવા મળ્યો નથી. યુપીમાં 75 જિલ્લા છે, તાજેતરના ભારત બંધ દરમિયાન ત્રણ-ચાર જિલ્લામાં જ હોબાળો થયો છે. જે લોકો દલિતોના નામે હિંસાનું ષડયંત્ર રચી રહ્યા છે, તેમનું નામ ઉજાગર થઈ ગયુ છે. અમે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.

દલિતોમાં આટલો ગુસ્સો કેમ છે? આ વિશે સીએમ યોગીએ કહ્યું, આ દલિતોના ગુસ્સાનો કેસ નથી. આ તે લોકોનું આયોજિત નાટક છે. જે દલિતના મુદ્દાને લઈને રાજકારણ કરવા માંગે છે અથવા તેમનો મોહરાની જેમ ઉપયોગ કરે છે. દલિતો માટે જેટલું ભાજપે કર્યુ છે. તેટલુ કોઈ અન્યને કર્યું નથી.

More Stories:-


Post Your Comment