વેલેન્ટાઇન ડે : પ્રેમનો એકરાર અને બજરંગ દળનો પ્રહાર


વેલેન્ટાઇન ડે : પ્રેમનો એકરાર અને બજરંગ દળનો પ્રહાર

- હિન્દૂ સેનાએ વડાપ્રધાન મોદી પાસે 'વેલેન્ટાઇન ડે' પર પ્રતિબંધ મુકવાની અપીલ કરી

- દેશભરમાં કટ્ટરપંથીઓએ વેલેન્ટાઇન ડે ન મનાવવા માટેની ચેતાવણી આપી


નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર 
 
દેશભરમાં રૂઢિચુસ્ત લોકોની ધમકીઓ વચ્ચે આજે પ્રેમનો પર્વ વેલેન્ટાઇન ડે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે બજરંગ દળે વેલેન્ટાઇન ડે ન મનાવવા માટે ચેતાવણી આપી છે. કેટલાય શહેરોમાં કપલ્સને મારવાની ધમકી પણ આપવામાં આવી છે. 
 
લવ બર્ડસ વર્ષ દરમિયાન આ દિવસની રાહ જોતા હોય છે ત્યારે બજરંગ દળ જેવા સંગઠનનો ફિલ્મના વિલનની જેમ તેમની પર બાજ નજરે ચોકીદારી કરતા રહે છે. 
 
આ વર્ષે કપલ્સ પર બાજ નજર રાખવાની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. ક્યાંક પોસ્ટર લગાવવામાં આવ્યા છે તો ક્યાંક ચેતાવણી આપવામાં આવી છે. યોગી રાજમાં લખનઉ યૂનિવર્સિટીએ હુકમનામું જાહેર કરતાં 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે વિદ્યાર્થીઓના પરિસરમાં પ્રેવશ પર પ્રતિબંધ મુકી દીધો છે. આટલું જ નહીં કૉલેજમાં કોઇ પણ વિદ્યાર્થીને ફરતા જોઇ તેના પર શિસ્તભંગના પગલાં લેવાની ચેતાવણી પણ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ કૉલેજમાં હોબાળો શરૂ થઇ ગયો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો. ત્યારબાદ યૂનિવર્સિટીએ પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો. 
 
અમદાવાદમાં કટ્ટરવાદી સંગઠનોએ વેલેન્ટાઇન ડેને પણ ધર્મ અને જેહાદ સાથે જોડી દીધો છે. પોસ્ટર લગાવીને સ્પષ્ટ ચેતાવણી આપવામાં આવી છે કે વેલેન્ટાઇનની ઉજવણી કરવી તમારી માટે ભારે પડી શકે છે. 
 
વેલેન્ટાઇન ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં અડચણરૂપ થવા માટે કેટલાક સંગઠન કોલકતામાં રેલી કાઢવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે હિન્દૂ સેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે વેલેન્ટાઇન ડે પર પ્રતિબંધ મુકવાની અપીલ કરી છે. 

More Stories:-


Post Your Comment