ચિદામ્બરમ સામે સોનાની આયાતમાં આપેલી છુટના નિયમો અંગે કાર્યવાહી કરીશું :કેન્દ્ર


ચિદામ્બરમ સામે  સોનાની આયાતમાં આપેલી છુટના નિયમો અંગે કાર્યવાહી કરીશું :કેન્દ્ર

- ૮૦:૨૦ યોજના હેઠળ સોનાની આયાતની છુટ અપાયેલી

- પૂર્વ નાણા પ્રધાને આપેલી છુટના કારણે ૧૩ કંપનીઓને રૃ.૪૫૦૦ કરોડનો લાભ થયેલો


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા.૧૨ માર્ચ 2018, સોમવાર

પૂર્વ નાણા પ્રધાન ચિદામ્બરમ પર શિકંજો વધુ કસતા સરકારે આજે કહ્યું હતું કે યુપીએની સરકારના છેલ્લા દિવસોમાં ખાનગી વેપારી કંપનીઓ માટે સોનાની આયાતમાં છુટ આપનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે જેના કારણે માત્ર છ મહિનામાં જ ૧૩ કંપનીઓને રૃપિયા ૪૫૦૦ કરોડનો લાભ થયો હતો.પંજાબ નેશનલ બેંકના ૧૨૭૦૦ કરોડના છેતપપીંડીમાં ફસાયેલી ભાજપ સરકારે ચાલુ મહિનાની શરૃઆતમાં ચિદામ્બરન પર મેહુલ ચોકસી અને નિરવ મોદીને મદદ કરવાનો આરોપ મૂક્યો હતો.

એ યોજનાથી લાભ લેનાર કોઇ સોનીનો નામ લીધા વિના સરકારે આજે એક નિવેદનમાં કહ્યું હતું કે સોનાની આયાત કરનાર ખાનગી કંપનીઓની તરફેણમાં ભેદભાવને દૂર કરવા માટે અમે સત્તામાં આવ્યાના મહિનાઓમાં જ એ યોજનાને રદ કરવાનો એક ખૂબ જ સંગીન નિર્ણય લીધો હતો. સરકારે કહ્યું હતું કે એ નિર્ણયના કારણે દેશમાં સોનાની આયાત વધી હતી અને વર્ષ ૨૦૧૨-૧૩માં કરન્ટ ખાતામાં ડેફિસિટ વધારી હતી.

આના કારણે વધુ કસ્ટમ ડયુટી સહિતના અન્ય આયાતી પ્રતિબંધ લાદવાની ફરજ પડી હતી. ઓગસ્ટ-જુલાઇ ૨૦૧૩માં એ નિયમમાં ફેરફાર કરાયો હતો અને ૨૦:૩૦ યોજના દાખલ કરવામાં આવી હતી જેમાં આયાત કરેલા સોના પૈકીનો પાંચમો ભાગ  નિકાસ કરવા  માત્ર બેંકો, એમએમટીસી અને એસટીસીને જ છુટ આપી હતી.'જો કે ૨૧ મે, ૨૦૧૪થી પ્રિમિયર ટ્રેડિંગ હાઉસીસ અને સ્ટાર ટ્રેડિંગ હાઉસીસને પણ ૨૦-૮૦ યોજના હેઠળ સોનાની આયાત કરવાની છુટ આપવામાં આવી હતી'એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

More Stories:-


Post Your Comment