TMC નહીં ડાબેરીઓનો સાથ પસંદ કરવા કોંગ્રેસ હાઇકમાન્ડને સલાહ


TMC નહીં ડાબેરીઓનો સાથ પસંદ કરવા કોંગ્રેસ હાઇકમાન્ડને સલાહ

- પાર્ટીએ 21 સૂચનો સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિ(AICC)ને એક અહેવાલ મોકલ્યો


નવી દિલ્હી, તા. 23 જૂન 2018, શનિવાર

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ યૂનિટે પાર્ટી હાઇકમાન્ડને કહ્યું છે કે, રાજ્યમાં મુખ્યમંત્રી મમત બેનર્જીના નેતૃત્વની TMC સાથે ગઠબંધન કરવામાં આવે નહી.

પાર્ટીએ 21 સુચનો સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિ(AICC)ને એક અહેવાલ મોકલ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, બંગાળમાં TMC અને ભાજપને કેવી રીતે હરાવી શકાય છે. અહેવાલમાં ડાબેરી પક્ષો સાથે ગઠબંધન કરવા અને તે સિવાય સામાન્ય ઓફિસ ખોલવાની સલાહ આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ મહાસચિવ ઓપી મિશ્રાએ આ રિપોર્ટ 13 જુને દિલ્હી મોકલ્યો છે. તેમણે અગ્રણી વર્તમાનપત્રમાં જણાવ્યું કે, અમે કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે આ રિપોર્ટ મોકલી છે અને તેમના પ્રત્યુત્તરની રાહ છે.

આ રિપોર્ટમાં માત્ર 2019ની લોકસભા ચૂંટણી પર જ ભાર આપવામાં આવ્યો નથી પરંતુ આ તે યોજના વિશે પણ જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે 2021ની વિધાનસભામાં TMCને કેવી રીતે હરાવી શકાય છે. અમે રાજ્યમાં CPMની સાથે ગઠબંધનનની સરકાર બનાવવાની વિરુદ્ધમાં નથી.

રિપોર્ટ પ્રમાણે, TMCએ રાષ્ટ્રીય સ્તર પર સંસદમાં ઘણાં મામલામાં મૌન રહીને અપ્રત્યક્ષ રૂપથી ભાજપનો સાથ આપ્યો. ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર TMC વિપક્ષની છાવણીમાં ભાજપની વિરુદ્ધમાં સામેલ થઇ નહી.

હાલના દિવસોમાં TMC વિપક્ષની એકતા નબળી કરવાના પ્રયત્નો કરી રહી છે. આ પરોક્ષરીતે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને લાભ પહોંચાડવાના પ્રયત્નો છે.

More Stories:-


Post Your Comment