સાબરકાંઠામાં વધુ એક કંપનીનું ઉઠામણું લોકોના રૂ. ૧.૪૧ કરોડ સલવાયા


સાબરકાંઠામાં વધુ એક કંપનીનું ઉઠામણું લોકોના રૂ. ૧.૪૧ કરોડ સલવાયા

- લોભામણી સ્કીમો મુકી અસંખ્ય ગ્રાહકોને છેતર્યા

- શહેરની ઓફિસ બંધ કરી દીધી: પૈસા પરત ન કરી છેતરપિંડી કરતા વડોદરાના શખ્સ સહિત બે સામે ફરિયાદ


હિંમતનગર, તા. 15 મે 2018, મંગળવાર

આજકાલ લોભામણી સ્કીમો જાહેર કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી કરોડો રૃપિયા લઈ લીધા બાદ આ કંપનીઓના પાટીયા રાતોરાત ઉતારી લેતા લેભાગુ કંપનીઓ સામે હવે સરકારે લાલ આંખ કરવાની જરૃર છે દરમિયાન દિલ્હીની એક કંપનીના માલિક અને ચેરમેન તથા અન્ય માણસોએ સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ એન્ડ ઈન્ફાસ્ટકચર નામની કંપની ખોલી ગ્રાહકો પાસેથી રૃા.૧.૪૧ કરોડથી વધુની રકમ ગ્રાહકો પાસેથી ઉઘરાવી લઈ છેતરપીંડી કર્યાની ફરિયાદ સોમવારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

આ અંગે તરૃણભાઈ ધુળાભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે દિલ્હીની સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સના માલિક દિલીપકુમાર જૈન તથા વડોદરાના રાજકુમાર મનોહરલાલ કટીયારે ભેગા મેળી હિંમતનગર સહિત ગુજરાતમાં અન્ય સ્થળે એજન્ટો ઉભા કરી ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવવા માટે લોભામણી સ્કીમો જાહેર કરી હતી.

જેના કારણે અનેક લોકોએ એક વર્ષ દરમ્યાન હિંમતનગરમાં ટાવર રોડ પર આવેલી એક કોમ્પ્લેક્ષમાં ઓફિસ ખોલી વર્ષ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના અનેક લોકો પાસેથી અંદાજે રૃા.૧,૪૧,૪૦,૪૧૫ ઉઘરાવી લઈ તેઓ ગ્રાહકોને કરેલા વાયદા મુજબ પૈસા પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.

જોકે આ કંપનીમાં પૈસા રોકયા બાદ અનેક ગ્રાહકોએ પૈસા પરત મેળવવા માટે ઉઘરાણી કરી હતી. પરંતુ પૈસા પરત ન આવતા આખરે તરૃણભાઈ પટેલ કંપનીના માલિક, વડોદરાના શખ્સ તથા અન્ય માણસો વિરૃધ્ધ સોમવારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

More Stories:-


Post Your Comment