વિસનગરના ભાન્ડુ તળાવમાં ડુબી જતા સગર્ભા મહિલાનું મોત


વિસનગરના ભાન્ડુ તળાવમાં ડુબી જતા સગર્ભા મહિલાનું મોત

- સવારે કપડા ધોવા ગઈ હતી: પગ લપસી જતા પાણીમાં ગરકાવ મહિલાને એમ્બ્યુલન્સના બદલે રીક્ષામાં લઇ જઇ પડી


મહેસાણા, તા. 15 મે 2018, મંગળવાર

વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના તળાવમાં ડુબી જતાં ગર્ભવતી મહીલાનું  મોત નિપજયુ હતુ. ગર્ભવતી મહિલાના મોતને પગલે ગામ સહીત પંથકમાં શોકની લાગણી છવાઈ હતી.  

ભાન્ડુ ગામ ખાતે રહેતા સતીષજી જુજારજી ઠાકોરની રર વર્ષીય પત્ની સોનલબેન ઠાકોરને પાંચ મહીનાનો ગર્ભ હતો. આ મહીલા મંગળવાર સવારે ગામના તળાવમાં કપડા ધોવા ગઈ હતી. ત્યારે પાણીમાં પગ લપસી જતા તળાવમાં  ડુબી હતી. જો કે આ અંગેની જાણ ત્યાંથી પસાર થતા લોકોને થતા તાત્કાલીક ગ્રામજનો સહીત પરિવાર દોડી આવ્યો હતો. અને ગર્ભવતી સોનલબેનને બહાર કાઢી હતી.

અને રીક્ષામાં ગામની ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જો કે ત્યાંથી મહેસાણા સીવીલમાં હાઈવે પર લઈ જવામાં આવી રહી હતી ત્યારે સામેથી૧૦૮ આવી જતા મહિલાને મહેસાણા સીવીલમાં ખસેડાઈ હતી. જયાં તેણીનુ મોત નિપજયુ હતુ. આ અંગેની જાણ વિસનગર તાલુકા પોલીસ મથકે થતા પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

સમયસર સારવાર મળી હોત તો જીવ બચ્યો હોત
ભાન્ડુ ગામે મંગળવાર સવારે તળાવમાં ગર્ભવતી મહીલા ડુબી હતી ત્યારે તેને બહાર કાઢી ગામની એક હોસ્પિટલમાં રીક્ષામાં લઈ જવાઈ હતી. જો કે ત્યાપૂરી  સારવાર મળી ન રહેતા તેણીેને મહેસાણા સીવીલમાં ખસેડાઈ હતી. ત્યા તેને મૃત જાહેર કરાઈ હતી. ત્યારે મરણજનાર મહીલાના પતિ સતીષજી ઠાકોર સહીતના પરિવારે જણાવેલ કે સમયસર અને યોગ્ય સારવાર ગામ ખાતે મળી રહી હોત તો ગર્ભવતી મહીલાનો જીવ બચાવી શકયો હોત તેવો આક્ષેપ પણ કર્યો છે.

More Stories:-


Post Your Comment