પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બિસારિયાને ગુરુદ્વારામાં જતાં અટકાવાયા


પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બિસારિયાને ગુરુદ્વારામાં જતાં અટકાવાયા

- આ આગાઉ પણ આ વર્ષના એપ્રિલ માસમાં તેમને ગુરુદ્વારામાં જતાં રોકવામાં આવ્યાં હતા


નવી દિલ્હી, તા. 23 જુન 2018, શનિવાર

પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાને ગુરુદ્વારામાં પ્રવેશ કરવાથી અટકાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયએ બિસારિયાને ઇસ્લામાબાદ પાસે ગુરુદ્વારા પંજા સાહિબનો પ્રવાસ કરવાની મંજુરી આપી હતી, પરંતુ તેમ છતા તેમને ગુરુદ્વારામાં જવા દેવામાં આવ્યા નહી.

આ વર્ષની આ બીજી ઘટના છે, આ અગાઉ આ વર્ષે એપ્રિલ માસમાં પણ તેમને ગુરુદ્વારામાં જતાં રોકવામાં આવ્યાં હતા. શુક્રવારે તેમનો જન્મદિવસ હોવાથી તેઓ તેમની પત્ની સાથે ડોક્યુમેન્ટ લઇને પ્રાર્થના માટે ગુરુદ્વારા ગયા હતાં, પરંતુ તેમને પોતાની ગાડીમાંથી જ ઉતરવા દેવામાં આવ્યાં નહી.

બિસારિયાને આ વર્ષે એપ્રિલ માસમાં ગુરુદ્વારા પંજા સાહિબ જતાં રોકવામાં આવ્યાં હતાં. તે સમયે તેમને ઇવૈક્યૂ ટ્રસ્ટ પ્રોપટી(ETPB)ના ચેરમેને ગુરુદ્વારામાં આવવાનું નિમંત્રણ આપ્યું હતું. પરંતુ પાકિસ્તાની અધિકારીઓએ સુરક્ષાનું કારણ આપી તેમને ગુરુદ્વારામાં જતાં રોક્યાં હતાં.

More Stories:-


Post Your Comment