ગ્રીન કાર્ડનો દેશ દીઠ કવોટા રદ કરવાની માગને છ અમેરિકન સાંસદનું સમર્થન


ગ્રીન કાર્ડનો દેશ દીઠ કવોટા રદ કરવાની માગને છ અમેરિકન સાંસદનું સમર્થન

- ૨૦૦ ભારતીયએ અમેરિકન સાંસદોને રજૂઆત કરી હતી


- અમેરિકામાં વસતા ૪૩ લાખ ભારતીયો પૈકી ૧૫ લાખ પાસે ગ્રીન કાર્ડ નથી

(પીટીઆઇ)  વોશિંગ્ટન, તા.06 ફેબ્રઆરી 2018, મંગળવાર

ઓછામાં ઓછા છ પ્રભાવશાળી અમેરિકન સાંસદોએ ગ્રીન કાર્ડનો દેશ દીઠ ક્વોટા  દૂર કરવાની ભારતીયોની માગને સમર્થન આપ્યું છે. તેમણે દલીલ કરી છે કે જો આ મર્યાદા દૂર કરવામાં નહીં આવે તો ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ભારતીયોને અમેરિકામાં કાયમી વસવાટ માટે ૭૦ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ફરમેશન ટેક્નોલોજી(આઇટી) નિષ્ણાતો, વિજ્ઞાાનીઓ અને શિક્ષણવિદો સહિત ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ૨૦૦ ભારતીયોએ સોમવારે અમેરિકન સાંસદોની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન ઓછામાં ઓછા છ સાંસદોએ ગ્રીન કાર્ડનો દેશ દીઠ ક્વોટા દૂર કરવાને સમર્થન આપ્યું છે. સાસંદ કેવીન યોદેરે એકત્ર થયેલા ભારતીયોને જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે અમેરિકા તમામ લોકો માટે પોતાના દરવાજા ખુલ્લા રાખે.

અમે ઇચ્છીએ છીએ કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વના આધારે પસંદગી આપવામાં આવે. અમે એમ નથી કહેતા કે કોઇ પણ દેશને વિશેષ સુવિધા આપવામાં આવે. અમે ઇચ્છીએ છે કે તમામને યોગ્ય તક આપવામાં આવે.

ઇમિગ્રેશન વોઇસના અમન કપૂરે જણાવ્યું હતું કે અમેરિકામાં ૪૩ લાખ ભારતીયો વસે છે. જે પૈકી ૧૫ લાખ લોકોને ગ્રીનકાર્ડ મળ્યા નથી.

સાંસદોએ અમેરિકામાં કાયમી વસવાટ માટે દેશ આધારિત ક્વોટા દૂર કરવાની માગ કરતા જણાવ્યું છે કે આ નીતિ ભારતીયો  માટે અન્યાયી છે.

અમેરિકન સાંસદ કેવિન યોડેરે જણાવ્યું હતું કે અનેક ભારતીયો આ કડક નિયમને કારણે અમેરિકામાં ફસાયેલા છે અને તેઓ પોતાની નોકરી પણ છોડી શક્તા નથી.

ટ્રમ્પની નવી ઇમિગ્રેશન નીતિથી ગ્રીન કાર્ડ બેકલોગનો અંત આવશે

(પીટીઆઇ)    વોશિંગ્ટન,  તા.૯
 વિઝા ફાળવણીમાં દેશ દીઠ મર્યાદાને દૂર કરવાની ભારતીય એચવન-બી વિઝા ધારકોની વધતી જતી માગ વચ્ચે વ્હાઇટ હાઉસે  આજે કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પની ઇમિગ્રેશન ફ્રેમવર્ક નીતિથી ડાયવર્સિટી લોટરી વિઝા સીસ્ટમનો અંત આવતા સ્કીલ્ડ વર્કર્સને લાભ થશે અને ગ્રીન કાર્ડ બેકલોગના નિકાલમાં મદદ મળશે. મોટાભાગના ઉચ્ચ લાયકાત ધરાવતી અને એચવન-બી વિઝા લઇને અમેરિકા આવેલા ભારતીય અમેરિકનો હાલની ઇમિગ્રેશન સીસ્ટમના સૌથી મોટા ભોગ બન્યા છે.
 

More Stories:-


Post Your Comment