ટી.વી. ક્ષેત્રે આવક ઓછી થાય પણ ઘેર- ઘેર લોકપ્રિય થઈ શકાય


ટી.વી. ક્ષેત્રે આવક ઓછી થાય પણ ઘેર- ઘેર લોકપ્રિય થઈ શકાય

ફિલ્મ સ્ટાર્સની ટી.વી. ઘેલછા વધી રહી છે


રોનિત, સાક્ષી, રામ કપૂર, મોહિત, દિવ્યાંકા, મૌની રોય વગેરે એક એપિસોડના દોઢ લાખ રૃપિયા લે છે

એક સમય હતો કે જ્યારે કોઈ આર્ટીસ્ટને કમાણી કરવી હોય કે પોતાનું કૌવત બતાવવું હોય તો બોલીવુડ એકમાત્ર સ્ટેજ હતું. નાટય ક્ષેત્રે જગ્યા પણ નહોતી અને બોલીવુડ જેવું માઇલેજ નાટય ક્ષેત્રે મળતું નથી. આ બધાની વચ્ચે ટી.વી.ના પ્લેટફોર્મે ઘણા આર્ટીસ્ટોને પોતાનું કૌવત બતાવવાની તક આપી છે.

આ તકનો ઉપયોગ પણ જોરદાર થઈ રહ્યો છે. બોલીવુડમાં દિપીકાની જેટલી ડીમાન્ડ છે એટલી જ ડિમાન્ડ ટી.વી. ક્ષેત્રે દેવો કે દેવ મહાદેવ વાળી સિરીયલની મૌની રોયની છે. પડદા પર દિપીકાને કોઈ પગે નથી લાગતું પણ મૌની રોયને લોકો ટી.વી. પડદે પગે લાગે છે !

ટી.વી. ક્ષેત્રની વધતી લોકપ્રિયતા અને ઘેર- ઘેર લોકો ટી.વી. જોતા હોઈ બોલીવુડના ચહેરા પણ ટી.વી. તખ્તા પર આવવા લાગ્યા છે. સલમાનખાન, આમીરખાન, અક્ષયકુમાર જેવા બોલીવુડી ચહેરા કોઈને કોઈ શૉમાં આવી ઘેર ઘેર પહોંચવા પ્રયાસ કરે છે.

બોલીવુડના ટોચના સ્ટાર્સ એક ફિલ્મમાં પાંચથી આઠ કરોડ લે છે. જ્યારે ટી.વી. સ્ટાર્સ એપિસોડદીઠ એકથી દોઢ લાખ લે છે. આમ જો ૧૦૦ એપિસોડની સિરિયલ હોય તો ટી.વી. સ્ટારને પણ એક કરોડ મળતા થઈ જાય છે.

ફિલ્મો કરતા ટી.વી. વધુ જોવાય છે એ હકીકત સામે આવતાં જ ટી.વી. એક્ટર- એક્ટ્રેસની ડિમાન્ડ વધી છે. બોલીવુડના એક્ટર કોઈને કોઈ રીતે ટી.વી. પર આવવા માંગે છે. શાહરૃખાને કહ્યું હતું કે, માત્ર ત્રણ કલાક માટેની ફિલ્મ લઈને ફિલ્મી પડદે આવવું તેના બદલે રોજ અડધો કલાક ટી.વી. પર આવવાથી વધુ લોકોનું ધ્યાન ખેંચી શકાય છે.

'યે હૈ મહોબતે'માં ચમકનાર દિવ્યાંકના ત્રિપાઠી ટી.વી. ક્ષેત્રે એક એપિસોડના ૧ લાખથી સવા લાખ રૃપિયા મેળવે છે. સિરિયલ 'યે હૈ મહોબતે'માં તેની એક્ટીંગની પ્રશંસા થઈ છે. ટી.વી. પડદા પર આવતા 'વહુ'ના વિવિધ પાત્રોમાં દિવ્યાંકના ટોપની વહુ ગણાવાય છે, તે ઇશી મા તરીકે ઓળખાય છે.

જેવી દિવ્યાંકા એવી મૌની રોય છે. દિવ્યાંકા ટી.વી. ક્ષેત્રની સૌથી માનીતી વહુ છે તો મૌની રોય પાર્વતી દેવીના ધાર્મિક પાત્રમાં ખૂબ લોકપ્રિય છે. પાર્વતી તરીકેના રોલમાં તે દીપી ઉઠી હતી. ટી.વી. પડદે તેમની એન્ટ્રી થાય એટલે ધાર્મિક આસ્થા ધરાવતા લોકો પડદાને પગે લાગતા હતા.

આ બંને ફિમેલ ચહેરા એક એપિસોડના એકથી સવા લાખ રૃા. લે છે એમ ટી.વી. પડદાનો મેલ ચહેરો રોનિત રોય પણ એક એપિસોડના સવાથી દોઢ લાખ રૃપિયા લે છે. ક્યોંકિ સાસ ભી બહુ થી અને અદાલતે રોનિતને લોકપ્રિય બનાવ્યો હતો. કહે છે કે રોનિત રોયને ટી.વી. પરની મહિલા દર્શકો હી-મેન તરીકે આવકારે છે.

રોનિત રોય બોલીવુડમાં ચમકી શક્યો નહોતો પરંતુ ટી.વી. પડદો તેના માટે આશીર્વાદરૃપ સાબિત થયો હતો. રોનિત રોય અંગે એક આડ વાત અહેવાલો અનુસાર તેની સિક્યોરિટી કંપની ટોચના ફિલ્મ સ્ટાર્સ અમિતાભ બચ્ચન, આમીરખાન, શાહરૃખખાન વગેરેને સિક્યોરિટી પૂરી પાડે છે.

રોનિત રોય જેવો બીજો ચહેરો રામ કપુર છે. બડે અચ્છે લગતે હૈ સિરિયલ રામ કપુર અને સાક્ષી તન્વરને કારણે લોકપ્રિય બની હતી. રામ કપુરે બોલિવુડ અને ટી.વી. પરદે આવનજાવન કર્યા કરી છે. રામ કપુર એક એપિસોડના સવાથી દોઢ લાખ મેળવે છે. રામ કપુર માટે કહેવાય છે કે તે બિઝનેસમેન છે અને ટી.વી. ક્ષેત્રમાં સૌથી પૈસાદાર આર્ટિસ્ટ છે. બાર બાર દેખો ફિલ્મમાં રામ કપુરે કેટરીના કૈફના પિતાની ભૂમિકા ભજવી હતી.

'બડે અચ્છે લગતે હૈ'નો ફિમેલ ચહેરો એટલે સાક્ષી તન્વરને સ્વીટ ચહેરો કહેવાય છે. તેને ક્વિન ઓફ સ્મોલ સ્ક્રીન પણ કહે છે. એ 'કહાની ઘર ઘર કી'ની આ પાર્વતી ભાભીએ આમિરખાનની તાજેતરની હીટ ફિલ્મ દંગલમાં પણ 'મા'નો આકર્ષક રોલ કર્યો હતો. સાક્ષી મહિનામાં પંદર દિવસ ટી.વી. સિરિયલ માટે ફાળવે છે અને સવાથી દોઢ લાખ પ્રતિ એપિસોડ મેળવે છે.

ટી.વી. ક્ષેત્રનો સૌથી લોકપ્રિય શૉ સી.આઇ.ડી. જોવા લોકો આતુર હોય છે. ૧૯૯૭થી ચાલતો આ શૉ સૌથી વધુ ચાલ્યો આવતો શૉ છે. મરાઠી એક્ટર શિવાજી સાઠમ એસીપી પ્રદ્યુમ્નનું પાત્ર ભજવતા ચપટી વગાડીને કહે છે 'કુછ તો ગરબડ હૈ'- એ ડાયલોગ નાના છોકરા પણ બોલતા થઈ ગયા છે. શિવાજી મહિનામાં ૧૫ દિવસ ટી.વી.ને ફાળવે છે અને એક એપિસોડના સવાથી દોઢ લાખ રૃપિયા લે છે.

ટી.વી. ક્ષેત્રે ફિમેલ કરતા મેલનો દબદબો વધુ છે 'દેવો કે દેવ મહાદેવ'માં મહાદેવનું પાત્ર ભજવનાર મોહિત રાઇનાને ટી.વી. ઉદ્યોગમાં 'મહાદેવ' તરીકે ઓળખવામાં આવતો હતો.

ટી.વી. પડદાની વાત આવે ત્યારે કપિલ શર્માને કેમ ભૂલાય ? ટી.વી. પડદે આવકના સમીકરણો કપિલે બદલી નાખ્યા છે પેટ ભરીને હસાવતા આ શૉ માટે સોનીએ ૧૧૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો છે.
 

More Stories:-


Post Your Comment