ગાંધી-આંબેડકર સમજૂતી એટલે ઐતિહાસિક પૂના પૈક્ટ પર નજર


ગાંધી-આંબેડકર સમજૂતી એટલે ઐતિહાસિક પૂના પૈક્ટ પર નજર

સંવિધાનની કલમ - ૩૪૧-૩૪૨માં અધિકાર

૧૪ એપ્રિલ ડૉ. આંબેડકરનો જન્મ દિવસ આવો સૌ રાષ્ટ્રની ભાગીદારીમાં જોડાઈએ


આઝાદીના સંઘર્ષમાં ગાંધીજી અને ડૉ. આંબેડકર સાહેબ સાથે-સાથે કામ કરતા હતાં. ડૉ. આંબેડકર ઈચ્છતા હતા કે અનુસૂચિત જાતિના લોકોનું નાગરિક અધિકારમાં શિક્ષણ, રોજગાર, ધર્મ અને સેનામાં ભરતીમાં સમાન અધિકાર મળે.

પરંતુ ગાંધીજીએ તેનો વિરોધ કર્યો. પરંતુ ગોલમેજ પરિષદમાં આ ઐતિહાસિક સમજૂતી ગાંધીજી અને ડૉ. આંબેડકરના મધ્યમાં તા. ૨૪-૦૯-૧૯૩૨ના રોજ થયો. બ્રિટિશ શાસનમાં અછૂતોને (આજના અનુ.જાતિ અને જનજાતિ) બે મતાધિકાર આપવાનો રાષ્ટ્ર દ્વારા જાહેરાત કરવામાં આવી તથા રાષ્ટ્રના નાગરિક હોવાથી આપવામાં આવ્યો. ગાંધીજીએ દલિતોનું સેપ્રેટ ઈલેક્ટ્રેડ સીસ્ટમના વિરૃદ્ધમાં આમરણાંત ઉપવાસ શરૃ કર્યાં. ડૉ. આંબેડકરે ગાંધીજીનો જીવ બચાવ્યો. આને જ ઐતિહાસિક પૂના પૈક્ટ તરીકે ઓળખવામાં આવ્યો.

પરંતુ દલિતોને સેપ્રેટ ઈલેક્ટ્રેડ સીસ્ટમના બે વોટના અધિકારની બલી આપવી પડી. હિન્દુઓ અને શુદ્રોની રાષ્ટ્રીય ભાગીદારીમાં જીવન જીવવાના હેતુના પ્રત્યેક ક્ષેત્રમાં સમાનતા આવે તે માટે રીઝર્વેશન આપવામાં આવ્યું. જો પૂના પૈક્ટ ના હોત તો આજે અનુ.જાતિ/જનજાતિ વર્ગનુંે પ્રત્યેક ક્ષેત્રમાં નેતૃત્વ હોત અને સમાજમાં જાતીય વ્યવસ્થા, ઊંચ-નીચનો ભેદભાવ ક્યારનોય મટી ગયો હોત.

ભારતના સંવિધાનના નિર્માતાઓએ સંવિધાનની કલમ-૧૫ (૪), ૧૬(૪)માં સામાજિક, શૈક્ષણિક અને માગાસવર્ગીયના આધારે શિક્ષા અને રોજગારમાં અનુ.જાતિ/જનજાતિને રીઝર્વેશનનો અધિકાર આપ્યો. આ અધિકાર મૂળભૂત અધિકારોમાં આવે છે. તથા શિક્ષણ અને રોજગારમાં સમયની કોઈ મર્યાદા નથી. ભ્રામક પ્રચાર કરવામાં આવે છે કે ભારતીય સંવિધાનની કલમ- ૩૩૫માં સર્વિસ અને વિવિધ પદોમાં રીઝર્વેશનની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પ્રમોશન માટે છે.

સંવિધાનની કલમ-૩૩૦, ૩૩૨માં રાજનીતિ, રાજકારણ ક્ષેત્રે, આરક્ષણ આપવામાં આવેલ છે. રાજકારણમાં રીઝર્વેશનની વ્યવસ્થા ૧૦ વર્ષ માટે કરવામાં આવી હતી. શિક્ષણ અને રોજગારમાં રીઝર્વેશનની કોઈ સમય મર્યાદા નથી. અનુ.જાતિ/જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. આવા વર્ગને સંવિધાનની કલમ- ૩૪૧, ૩૪૨માં અધિકાર આપવામાં આવ્યો.

સંવિધાનની ધારા-૧૭માં આભડછેટને સમાપ્ત કરવામાં આવી પરંતુ રાષ્ટ્રમાં અને સમાજ જાતિય વ્યવસ્થા આભડછેટ, સમાપ્ત થઈ છે ખરી ? વિધાયિકાએ ૭૭ અને ૮૧ અને ૮૨ અને ૮૫, સંવિધાન સંશોધન કરી અનુ.જાતિ/જનજાતિને પ્રમોશનમાં રીઝર્વેશન આપવામાં આવ્યું.

અનુ.જાતિ અને જનજાતિના ઉત્થાન માટે ગાંધી અને ડૉ. આંબેડકરની સમજૂતી લાગું કરીએ. પરંતુ ન્યાયપાલિકાએ એના વિરોધમાં નિર્ણય લીધો એ આ ઐતિહાસિક પૂના-પૈક્ટ નકાર્યો, અનુ.જાતિ/જનતાની સંવિધાનની કલમ- ૧૫ (૪), ૧૬(૪)માં શિક્ષણ અને રોજગારમાં પ્રમોશનમાં સંવિધાનની ધારા ૩૫૫૫ (એ), ૮૫નીસ સંવિધાન સંશોધન, સંવિધાન સમ્મત, રીઝરર્વેશનની વ્યવસ્થા છે. પરંતુ માનનીય ન્યાયપાલિકા આનાથી વિપરીત આચાર રાખે છે. ઐતિહાસિક ગાંધી - ડૉ. આંબેડકરની સમજુતી તા. ૨૪-૧૦-૧૯૩૨ના રોજ ન્યાયપાલિકા અને સામાન્ય વર્ગોને સમાન કરવું જોઈએ.

- જો રાષ્ટ્ર અને સંવિધાનના ત્રણે અંગેની સમજુતીનું પાલન નહીં કરે તો અનુ.જાતિ/જનજાતિના સેપ્રેટ ઈલેક્ટેડ સિસ્ટમને પાછું લાવવું જોઈએ. મંગલ સૂરજકરના જણાવ્યા અનુસાર.

- ક્યારેક એવું ન બને કે રાષ્ટ્રના રીઝર્વેશનનો વર્ગ ઉગ્ર બની જાય અને રાષ્ટ્રના સામાજિક તાનાબાનામને નેસ્તનાબૂદ કરી નાંખે. આનાથી રાષ્ટ્રની એકતા અને અખંડતતા ખતરામાં પડી શકે છે.

અનુ.જાતિ/જનજાતિના પૂના-પૈક્ટમાં સેપ્રેટ ઈલેક્ટ્રેડ સિસ્ટમમાં બે વોટ આપવાનો અધિકાર છીનવી રીઝર્વેશનના અધિકાર આપવામાં આવ્યો. અને આજે સંપૂર્ણ સીસ્ટમ ભેગી થઈને અનુ.જાતિ/જનજાતિના રીઝર્વેશનને જબરદસ્તીથી છીનવી રહ્યાં છે. શું અનુ.જાતિ/જનજાતિના લોકો ભારતના નાગરિક નથી ? અનુ.જાતિ/જનજાતિના વર્ગની માંગણી કરી રહ્યો છે કે એમને ઉચ્ચ ન્યાય પાલિકામાં રીઝર્વેશનનો અધિકાર આપવામાં આવે. ભારતીય ન્યાયિક સેવા (આઈ.જે.એસ.)નું ગઠન કરવામાં આવે. ૧૯૫૦થી આજસુધી ભારતીય ન્યાયિક સેવાનું ઘટન કરવામાં આવ્યું નથી. આ કેટલી વિટંબણાં છે ?

૨૫ ટકા અનુ.જાતિ/જનજાતિ વસ્તીનો રાષ્ટ્રનો મહત્વપૂર્ણ ભાગ છે. આ વર્ગના સર્વાંગિક વિકાસ કરવો રાષ્ટ્રની પ્રાથમિક જવાબદારી છે. રાષ્ટ્રની એકતા અને અખંડતતા અમન અને ચેન માટે સામાજિક જવાબદારી સમાજની બને છે.
 

More Stories:-


Post Your Comment