બિયરના નિવેદનનો નશો પ્રસર્યો ફોટા મોકલી મહિલાઓનો વિરોધ


બિયરના નિવેદનનો નશો પ્રસર્યો ફોટા મોકલી મહિલાઓનો વિરોધ

ગોવાના મુખ્યપ્રધાન પરીકર સામે આક્રોશ

પરીકર મહિલાઓની ટીકા કરવા ગયા પણ સોશ્યલ નેટવર્ક પર ટીકાઓ થઈ


વડાપ્રધાન મોદીએ સંસદમાં મહિલા સાંસદનો અટ્ટહાસ્યને રાક્ષસણીના હાસ્ય સાથે સરખાવવાનો વિવાદ ઠંડો નથી પડયો ત્યાં તો ગોવાના મુખ્ય પ્રધાને છોકરીઓ પણ બીયર પીવે છે એમ કહી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.

જયારે દેશભરની મહિલાઓએ હાથમા બીયરના મગ સાથેનો ફોટો મુકી પરીકરના નિવેદનનો વિરોધ કર્યો ત્યારે રાજકારણીઓને ખબર પડી હતી કે મહિલાઓને છંછેડવામાં માલ નથી.

મનોહર પરીકરનું નિવેદન અરેરાટી ઉપજાવવાં માટે હતું તેના બદલે સોશયલ નેટવર્ક પર તેમના નિવેદનનું બૃમરેંગ થયું હતું. પરીકરે સામે ચાલીને મુસીબત નોંતરી હતી.

ગોવાના મુખ્ય પ્રધાન મનહરકર પરીકરનો દંભ ખુલ્લો પડી ગયો છે. પોતાના રાજ્યના યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે બોલો .. હવે સ્થિતિ એ છે કે છોકરીઓ પણ બીયર પીવે છે !! મનોહર પરીકરના આવા નિવેદનના કારણે લોકો ખાસ કરીને ટોચની મહિલા સેલિબ્રીટી, મહિલા લેખકો વગેરે છંછેડાયા હતા.

તેમણે મનોહર પરીકરને ટવીટર પર બરાબરની ખેંચાઈ કરી હતી. ટ્વીટર પર ય્ૈનિજ ુર્ર ગિૈહં મીીિ નામની મનોજ પરીકર વિરૃધ્ધ ઝુંબેશ શરૃ થઈ ગઈ હતી.

મહિલાઓ પણ બીયર પીતી થઈ છે એમ કહીને મુખ્ય પ્રધાન ચિંતા વ્યક્ત કરવા ગયા પણ મહિલાઓએ પડકાર ઉપાડી લીધો હતો. હા... અમે બીયર પીઈએ છીએ... લો ફોટા સાથેની સાબિતી !! બીયરની બબાલ આ રીતે પણ થશે તે તો પરીકરે સપને પણ નહોતું વિચાર્યું !!

પરીકર મહિલાઓની ટીકા કરવા ગયા પણ સોશયલ નેટવર્ક પર તેમની ખેંચાઈ થઈ હતી.

સોશયલ નેટવર્ક પર મહિલા સેલિબ્રીટીઓએ પોતાના હાથમાં બીયરના મગ સાથે ટવીટર પર પોતાના ફોટા મુકવા લાગ્યા હતા. આ ફોટા સાથે મહિલાઓ પોતાના નામ પણ બિન્દાસ્ત લખતી હતી.

એક જણે લખ્યું છે કે જે મહિલાઓ બીયર કે દારૃ પીવે છે તે સ્માર્ટ પણ હોય છે, પગભર હોવાની સાથે આત્મ વિશ્વાસથી છલકાતી હોય છે. કેટલીક મહિલાઓએ લખ્યું છે કે અમારે બીયર પીવા માટે મનોહર પરીકરની એપ્રૂવલની જરૃર નથી.

ભૂતકાળમાં પણ મનોહર પરીકરે ભાષણમાં લોચા માર્યા છે. મુંબઈમાં આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે શિક્ષણ સંસ્થાઓમાં ડ્રગ્સ (કેફી દ્રવ્યો)નો ઉપયોગ એ નવી વાત નથી એક આઈઆઈટીમાં હું ગયો ત્યારે વિદ્યાર્થીઓનું એક નાનું જૂથ ગાંજો પીતું હતું. પરીકરે તો એમ પણ કહ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓને પ્રોનોગ્રાફીનું વ્યસન છે.

ગોવામાં પરિકરે ડૂડલ માફીયાઓ પર દરોડા પાડયા હતા. તેમણે ત્યારે કહ્યું હતું કે શિક્ષણ સંસ્થાઓમાં પણ ડૂડલ પગપેસારો કરી ચૂકયા છે.

દારૃની પાર્ટી ક્યાં ચાલે છે અને ક્યાં દારૃના અડ્ડા ચાલે છે. તેની પોલીસને ખબર હોય છે. ગુજરાતમાં દારૃબંધી મશ્કરી સમાન છે. ગોવામાં બધું મુક્ત છે. ડ્રગ્સ, કેસીનો અને વિદેશી દારૃ આસાનીથી મળે છે. ડ્રગ્સ માફીયા પર સ ગોવા સરકારે દરોડા પાડયા છે. પણ ખૂણે ખાંચરે ડ્રગ્સ વેચનાર મળે છે. દરોડા પછી ડ્રગ્સના ભાવ ચાર ગણા થઈ ગયા હતા.

બાર ડાન્સરો પર એવા આક્ષેપ હતા કે તે ગ્રાહકોને બીયર પીરસતી પણ હતી અને તેમની સાથે ચુસ્કી પણ લેતી હતી. બાર ડાન્સરોવાળા બારમાં બીયર નહીં પણ વ્હીસ્કી પીરસાય છે. એ સૌ જાણે છે.

જ્યારે મહિલાઓ અનેક કંપનીઓમાં ટોચ પર છે. ત્યારે તેમની બુધ્ધિશક્તિ અને કાર્ય ક્ષમતાની પસંદગી થવી જોઈએ નહીં કે બીયર જેવી વાતોથી તેમને ઉતારી પાડવાની !!

મનોહર પરીકર નવોદીત રાજકારણી નથી. એક સમયે તે સંરક્ષણ પ્રધાન હતા. તેમને દિલ્હીમાં ગોઠતું નહોતું એટલે સામે ચાલીને તેમણે ગોવા પરત ફરવાનું નક્કી કર્યું હતું. ગોવાના મુખ્ય પ્રધાન તરીકે તેમણે નથી તો ડ્રગ માફીયાને ભગાડયા કે નથી તો ગોવા માં રખડતા વિદેશીઓને દુર કર્યા !!

અમદાવાદમાં એક મહિલા બુટલેગર દારૃનો અડ્ડો ચલાવતી હતી તે તો ઠીક પણ દારૃબંધીવાળા ગુજરાતમાં પોલીસ મહિલા દરોડામાં અનેકવાર મહિલાઓ હાથમાં વ્હીસકી સાથે પકડાઈ છે. અમદાવાદથી અંબાજી જતો યુવાવર્ગ આબુ આંટો મારવા જાય છે તે કંઈ ભજન કરવા નથી જતો પણ મુક્ત રીતે દારૃ પીવાનો શોખ પુરો કરવા જાય છે.

મુંબઈના ગુજરાતી ઘરોમાં ડાઈનીંગ ટેબલ પર બીયરની બોટલ જોવા મળતી થઈ ગઈ છે. ટૂંકમાં બીયરનો કોઈને 'છોછ'નથી. ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરીકર ખોટું લાગ્યું છે. છોકરીઓ પણ બીયર પીવે છે એવું નિવેદન તેમને ભારે પડી રહ્યું છે.

 

More Stories:-


Post Your Comment