ડિલીવરીના માત્ર ૭ કલાક બાદ મેક અપ કરીને ફોટો સેશન !


ડિલીવરીના માત્ર ૭ કલાક બાદ મેક અપ કરીને ફોટો સેશન !

ડાયનાને ગમતો ડ્રેસ કાર્ટ વિલિયમે પહેર્યો

બાળકને જન્મ આપનાર થાકી ગઈ હોય; ફીક્કી પડી ગઈ હોય છે : સેલિબ્રિટીની અલગ વાતો


સંતાનનો જન્મ થાય એ જ દિવસે માતા ટાઇટ કપડા પહેરીને મેકઅપ કરીને આવે, હાથમાં નવજાત શિશુ હોય અને બાજુમાં હસમુખો ચહેરો રાખીને પતિ ઉભો હોય એવી સ્થિતિ સેલિબ્રિટીની દુનિયામાં શક્ય છે. જેમ કે દિવંગત પ્રિન્સેસ ડાયનાની પુત્રવધૂ કેથરીન ડચેજ ઓફ કેમ્બ્રિજને ત્રીજું સંતાન આવ્યું તેના ગણતરીના કલાકોમાં જ તે ડાયનાની પસંદગીનો લાલ કલર, વ્હાઇટલેસ કોલરવાળો ટાઇટ ડ્રેસ પહેરીને પત્રકારો સમક્ષ પોઝ આપ્યો હતો. સાથે તેનો પતિ વિલિયમ પણ હતો.

ફિલ્મોમાં સંતાનનો જન્મ થતાં જ તેને વારસદાર ગણાવી પ્રજા સમક્ષ બે હાથે ઊંચો કરીને બતાવાય છે. જેમ કે બાહુબલી ફિલ્મના એક સીનમાં નવજાત બાહુબલીને બે હાથમાં ઊંચો કરીને બાહુબલી તરીકે પ્રજાને દર્શાવાય છે.

બોલીવુડી ફિલ્મોમાં નવજાતને મંદિરના ઓટલે વરસાદમાં ખુલ્લો મૂકીને એવો ડાયલોગ સાથે મુકાય છે કે આને (બાળકે) ઘણાં પડકારોને પહોંચી વળવાનું છે.

પૌરાણિક કથાઓમાં દુષ્યંતના પુત્ર નામે ભરતે સિંહનું જડબું પહોળું કરીને દાંત પકડયા હતાનો ઉલ્લેખ છે. ભારતના નામ પાછળ આ સ્ટોરી પણ રહેલી છે.

જો કે હકીકત અને સેલિબ્રીટીની સ્ટાઇલ વચ્ચે આસમાન જમીનનો ફર્ક છે. ડીલીવરી આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલી હોય છે. શ્રમજીવી મહિલાઓને ભાગ્યે જ સીઝેરીયન ઓપરેશન કરાવવું પડે છે, ઉચ્ચ મધ્યમ વર્ગ અને પૈસાદાર વર્ગમાં ભાગ્યે જ નોર્મલ ડીલીવરી થાય છે. આ સ્થિતિ પાછળનું ચોક્કસ કારણ જાણવા નથી મળતું એમ કહીને મન મનાવાય છે કે સિઝેરીયનથી આવેલા સંતાનો બુદ્ધિશાળી હોય છે !!

પોટેટો ચીપ્સની માર્કેટિંગ કરતી એક કંપનીએ જાહેર કરેલી જાહેરાત ચિત્તાકર્ષક છે જેમાં પ્રેગનન્ટ પત્નીના પેટની સોનોગ્રાફી થઈ રહી હોય છે ત્યારે પેટમાંના બાળકનો પિતા કોઈ પેકેટમાંથી પોટેટો ચિપ્સ ખાતો હોય છે. ચિપ્સના હાથની મુવમેન્ટ સાથે પેટમાંનું બાળક ગલોટિયા ખાતું હતું. સોનોગ્રાફીના સ્ક્રીન પર આ મુવમેન્ટની ખબર પડતી હતી. પિતાએ જોયું કે બાળક ચિપ્સની દિશામાં શરીરવાળે છે ત્યારે એડનું કેપ્શન આવે છે કે ગર્ભસ્થ શિશુ પણ અમારી ચિપ્સ ઝંખે છે !

નાના બાળકોના ખાસ કરીને નવજાત શિશુઓના કપડા ઓનલાઇન સ્ટોર્સ પર મોટા પાયે વેચાય છે. નવજાતની ખબર કાઢવા જનારા સાથે તૈયાર કપડાની ભેટ આપે છે.

અહીં વાત છે ડિલીવરીના પ્રથમ દિવસે કાર્ટ વિલિયમ્સ લાલી- લિપસ્ટીક લગાવીને ફોટો સેશન કરે તે આપણે ત્યાં શક્ય નથી. આપણે ત્યાં ડિલીવરી બાદ અઠવાડિયા સુધી તો બાળકની મમ્મી માથે સ્કાર્ફ રાખીને ફરતી હોય છે. તે થોડી શક્તિહીન લાગે છે, ફિક્કી પડી ગયેલી હોય છે આ સ્થિતિમાં તેનું ફોટો સેશન શક્ય નથી.

કાર્ટ મિડલટનની ટીકા પણ થઈ હતી એક ટીકાકારે સોશ્યલ નેટવર્ક પર લખ્યું હતું કે, કાર્ટ મિડલટને ડાઇપર પહેરીને ફોટો સેશનમાં ભાગ લીધો હતો.

પ્રિન્સ હેરીનો જન્મ થયો ત્યારે ડાયનાએ જેવો ડ્રેસ પહેર્યો હતો તેવો જ લાલ રંગનો ફીટ ડ્રેસ જેને ફેશન ડીઝાઇનરો ગ્લોસી ટાઇટ કહે છે તે પ્રિન્સ હેરીની પત્ની કાર્ટ મિડલટને ત્રીજા સંતાનના જન્મના સાત કલાક બાદ પહેર્યો હતો.

આપણે ત્યાં સંતાનની માતાને બેડરેસ્ટની સલાહ અપાય છે ડીલીવરી બાદ માતા સાવ થાકી ગઈ હોય છે ત્યારે તેના માટે નવા કપડા પહેરીને ફોટો સેશન માટે ઉભા રહેવાનું ભાગ્યે જ શક્ય બને છે.

ભગવાનનો આભાર માનો કે આપણે ત્યાં હજુ સેલિબ્રીટીના ઘેર સંતાનના જન્મ સાથે જ ફોટો સેશનની સિસ્ટમ શરૃ થઈ નથી ! ડીલીવરી ભલે પેઇનલેસ હોય પણ શરીરને થકવી નાખે છે. કાર્ટ મિડલટનને ત્રીજી ડીલીવરી સીઝેરિયન ઓપરેશનથી થઈ હતી કે નોર્મલ ડીલીવરી છે તેની સ્પષ્ટતા થઈ નથી.

સંતાનના જન્મના પ્રથમ સાત કલાકમાં માતા થાકેલી અને ફિક્કીફસ દેખાય છે; ફોટો સેશન માટે તે ટટ્ટાર ઊભી રહી શકતી નથી. દેખાદેખી આવા ફોટોસેશન માતા માટે જોખમી બની શકે છે.

હવે તો સોશયલ નેટવર્ક પર સંતાનના જન્મના પ્રથમ દિવસે જ બેબી બોય કે બેબી ગર્લ તરીકે ફોટા મુકાય છે. પ્રિન્સ હેરીની પત્ની કાર્ટ મિડલટનને સવારે છ વાગે લેબરપેન ઉપડે છે, સવારે ૧૧ વાગે બાળકનો જન્મ થાય છે. સાંજ છ વાગે મમ્મી કાર્ટ મિડલટન મેકઅપ કરી,વાળ સેટ કરી ફોટો સેશનમાં પતિ સાથે હાજર થઈ જાય છે. આપણે ત્યાં આવું શક્ય છે ? ટૂંકમાં બડે લોગ, બડી બાતે જેવું છે.
 

More Stories:-


Post Your Comment