સમીર શાહ સહિત ૯ શખ્સો સામે ૪૩.૬૫ લાખની ઠગાઇની ફરિયાદ


 સમીર શાહ સહિત ૯ શખ્સો સામે ૪૩.૬૫ લાખની ઠગાઇની ફરિયાદ

-રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ સામે વધુ એક ગુનો

-ખાદ્યતેલના વેપારીએ નાણા ચૂકવી મોકલેલો માલ પાર્ટીને નહીં પહોંચાડી બારોબાર સગેવગે કર્યાનો આરોપ


રાજકોટ, તા.૧૫ મે 2018, મંગળવાર

અગાઉ મર્ડર અને ઠગાઇના કેસમાં સંડોવાઇ ચૂકેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ર્પૂ્વ પ્રમુખ અને રાજમોતી ઓઇલ મીલના માલિક સમીર શાહ, તેના મેનેજર સહિત ૯ સામે વેપારીએ  રૃા. ૪૩.૬૫ લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

આજી ડેમ પોલીસે આ અંગે નાનામવા રોડ પર શ્રી કોલોની સોસાયટીમાં રહેતા જયંતીભાઇ અમૃતભાઇ ડેડાણીયા (૫૨)ની ફરિયાદ પરથી સમીર શાહ, રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજર તેના જવાબદાર શખ્સો અને ટ્રક ડ્રાઇવરો, હુસેન, ચંદુ, સમા, જીતુ, મોહન અને પ્રવીણ સામે ગુનો દાખલ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, ફરિયાદી ગોંડલ રોડ પાસે મારૃતી પ્રોટીન્ટ નામે ખાદ્ય તેલનો લે-વેચનો ધંધો કરે છે. તેને ગઇ તા. ૩-૫ના અલગ અલગ સ્થળે તેલનો જથ્થો પહોંચાડવા માટે રૃા. ૪૩.૬૫ લાખની રકમ ચૂકવી હતી.


આ માલનો જથ્થો વલસાડ, બારડોલી, અમરોલી, સુરત, નવસારી સહિતના સ્થળોએ પહોંચાડવા આરોપીની ઓઇલ મીલથી માલ રવાના કર્યો હતો. જેમાં ખાદ્ય તેલના ડબ્બાઓ નીટ અને બોટલો તથા ટીન હતા.

તે પાંચ અલગ અલગ ટ્રકમાં મોકલાયા બાદ તેની પાર્ટીના સ્થળોએ માલ નહીં પહોંચતા છેતરપીંડી કર્યાની અને આરોપીઓએ બારોબાર અન્ય થર્ડ પાર્ટીને માલ વેચી નાખી નાણા પરત નહીં આપી છેતરપીંડી આચર્યાનો આરોપ મુકાયો છે.

હાલ પોલીસે આ અંગે વધુ વિગત જારી રાખી છે. ઉલ્લેખનીય છે કે સમીહ શાહ વિરૃદ્ધ અગાઉ અમદાવાદના પોતાના કર્મચારીની હત્યા અંગે ફરિયાદ થઇ હતી. આ ઉપરાંત કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળાના પુત્ર દ્વારા પણ તેની સામે છેતરપીંડીની ફરિયાદ કરાઇ હતી. ત્યારે વધુ એક બેંક ગુનો નોંધાયો છે.

More Stories:-


Post Your Comment