કોટડા સાંગાણીમાં માતાએ હિંમતભેર પુત્રને દિપડાના પંજામાંથી છોડાવ્યો


કોટડા સાંગાણીમાં માતાએ હિંમતભેર પુત્રને દિપડાના પંજામાંથી છોડાવ્યો

- માતાએ ચૂલામાંથી સળગતું લાકડું કાઢીને ફટકારતા દિપડો નાઠો


કોટડા સાંગાણી, તા. 16 શુક્રવાર 2018, સોમવાર

કોટડા સાંગાણી ગામે સીમમાં આવેલી વાડીમાં રહેતા મજુર પરિવારનો પ વર્ષિય બાળકો વાડીના રહેણાંક પાસે રમી રહ્યા હતા ત્યારે દિપડાએ ત્રાટકી તેની ઉપર જીવલેણ હૂમલો કરતા બાળકની માતાએ હિંમતભેર સામનો કરી દિપડાને ભગાડી દીધો હતો.

કોટડા સાંગાણીના અરડોઇ રોડ ઉપર કોલેજની પાછળ આવેલી હરેશભાઇ ભૂતની વાડીએ ખેત મજુરી કરતા મુળ છોટાઉદેપુરના કડીલા ગામના વતની સંજયભાઇ સાથે રહે છે. રાત્રીના ૮ વાગ્યાના અરસામાં તેમનો પ વર્ષીય પુત્ર રોહિત રહેણાંક પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક દિપડાએ રોહિત ઉપર હૂમલો કર્યો હતો.

અચાનક દિપડાએ હૂમલો કરતા ત્યાં પાસે રસોઇ બનાવતી રોહિતની માતા હેબતાઇ ગઇ હતી. પરંતુ બાળકે રાડારાડ કરતા માતાએ હિંમત દાખવી ચૂલામાંથી સળગતું લાકડું કાઢી દિપડાને મારતા દિપડો બાળકને પડતો મૂકી નાસી ગયો હતો.

રોહિતને માથાના પાછળના ભાગે તથા કાનમાં ગંભીરઇજા થતા સારવાર અર્તે કોટડા સાંગાણીની સરકારી હોસ્પિટલે ખસેડાતા તેને તબીબોએ સારવાર આપી હતી. માથાના ભાગે સાત ટાંકા લેવા પડયા હતા. ઇજા વધુ ગંભીર હોઇ વધુ સારવાર માટે બાળકને ગોંડલ ખસેડાયો હતો. આ બનાવ અંગે વનવિભાગને જાણ કરાઇ હતી.

More Stories:-


Post Your Comment