સુંજ્વા કેમ્પમાં ગોંડલનાં બે ફૌજી જવાનોએ પણ આતંકીઓ સાથે બાથ ભીડી


સુંજ્વા કેમ્પમાં ગોંડલનાં બે ફૌજી જવાનોએ પણ આતંકીઓ સાથે બાથ ભીડી

- નિર્દોષ લોકો સાથે બર્બરતા આચરનાર નિષ્ઠુર આતંકીઓનો ખાત્મો બોલાવીને જ ઝંપવાનો નિર્ધાર


symbolic image

ગોંડલ, તા.13. ફેબ્રુઆરી 2018 મંગળવાર

ભારતીય સૈન્યમાં જોડાયેલા ગોંડલનાં બે યુવાનો જમ્મુનાં સુંજવા ખાતે ફરજ બજાવતી રહ્યા છે. આતંકવાદી હુમલાની જાણ થતાં જ ભારતીય ફૌજ હરકતમાં આવી ગઇ હતી અને ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારીને જ જંપીશું તેવો નિર્ધાર કર્યો હતો.

આતંકવાદીઓને જડબાતોડ જવાબ દેવામાં ગોંડલ તાલુકાનાં દેવચડી ગામે રહેતા અને ભારતીય સૈન્યમાં ગોંડલનું ગૌરવ વધારતા કિશાન શિયાળાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ વહેલી સવારે જાળી તોડી ઘૂયા હતા અને લોકોને બંધક બનાવ્યા છે.

બાળકોનાં હાથ કાપી નાખ્યા તેમજ મહિલાઓ પર દૂષ્કર્મ પણ આચર્યું છે. ભારતીય સૈન્યનાં જવાનો દ્વારા ૫ આતંકવાદીઓમાંથી ત્રણને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને આજે પણ ઓપરેશન ચાલુ જ રહ્યું હતું. બે આતંકવાદીઓને ઠાર મારીને જ જંપીશું તેવો હુંકાર કર્યો છે.

આતંકવાદીઓ દ્વારા માસુમ લોકો સાથે અતિ બર્બરતા આચરવામાં આવી હોય, આતંકવાદીઓનાં મૃતદેહને હજુ પોલીસને સોંપવામાં આવ્યા નથી. સંપૂર્ણ ઓપરેશન પૂરૃં થયા બાદ જ પોલીસને કાર્યવાહી કરવા દેવામાં આવશે, તેવું ભારતીય સૈન્યના જવાનોએ જણાવ્યું હતું.

More Stories:-


Post Your Comment