આપણી આસપાસ રહેલા હેરિટેજની માહિતી અને ફોટો અપલોડ કરાશે


આપણી આસપાસ રહેલા હેરિટેજની માહિતી અને ફોટો અપલોડ કરાશે

એલ.ડી.એન્જિ.ના સ્ટુડન્ટસે હેરિટેજ ટુરિઝમના ડેવલપમેન્ટ માટે બનાવી વેબસાઇટ


તાજેતરમાં એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું આયોજન કરાયું હતું, જેમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગના સ્ટુડન્ટસે ગવર્નમેન્ટ દ્વારા રજૂ કરાયેલા પ્રોબ્લેમનું સોલ્યુશન આપી વિનર બન્યા હતા. હવે કમ્પ્યૂટર એન્જિનિયરિંગ વિભાગના સ્ટુડન્ટસ ૧૬મી મેએ ગાંધીનગર ખાતે તેમણે બનાવેલા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી સમક્ષ કરશે.

સ્ટુડન્ટસ દ્વારા ગવર્નમેન્ટ દ્વારા હેરિટેજને લગતા કેટલાક પ્રશ્નો જણાવવામાં આવ્યા હતા. તેના સોલ્યુશનમાં સ્ટુડન્ટસે હેરિટેજ સાથે ટુરિઝમનો પણ વિકાસ થાય તેવી વેબસાઇટ બનાવી છે. વેબસાઇટમાં સામાન્ય વ્યક્તિ પણ પોતાની આસપાસનાં હેરિટેજની માહિતી અને ફોટો અપલોડ કરી તે વિસ્તારને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવી શકે છે.

ફોટો દ્વારા કન્ટેન્ટ અપલોડ કરી શકાશે

સામાન્ય વ્યક્તિ સાઇટ પર કન્ટેન્ટ અપલોડ કરી શકે તેવી સુવિધા વિકસાવી છે. જેમ કે, કોઇ પણ લેખિત માહિતીનો ફોટો વેબસાઇટ સાથે જોડવાથી તેમાં રહેલું કન્ટેન્ટ સ્કેન થઇને વેબસાઇટ પર વર્ડ ફાઇલ તરીકે ચોક્કસ ફોર્મેટમાં સ્ટોર થશે. જેનાં આધારે બીજી વ્યક્તિ જે તે સ્થળ વિશેની માહિતી મેળવી શકશે.

૧૦૦ ભાષામાં કન્ટેન્ટ જોવા મળશે

વેબસાઇટનો ઉપયોગ વિવિધ દેશના લોકો હેરિટેજ ટુરિઝમ માટે કરી શકે તે માટે ૧૦૦ જેટલી ભાષાનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જે પણ વેબ કન્ટેન્ટ સાઇટ પર અપલોડ કરાશે સૌપ્રથમ તેની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તે અપલોડ કરાશે. હાલમાં સાઇટને લાઇવ કરવામાં આવી નથી. પરંતુ ગવર્નમેન્ટનાં પ્રત્યુત્તર બાદ લાઇવ કરાશે.

More Stories:-


Post Your Comment