હોટલાઈન - ભાલચંદ્ર જાની


હોટલાઈન - ભાલચંદ્ર જાની

મોબાઈલ ગેમિંગની ઘેલછા : કારકિર્દીની નવી તકો અને કરોડો રૃપિયાનો કારોબાર


હવે તો ગેમિંગ ક્ષેત્રમાં છલાંગ લગાવવા તૈયાર હોય તેને તાલીમ આપવા માટે કેટલીક ઇન્સ્ટીટયૂટો પણ ખુલી છે. જો કે, આ ક્ષેત્રમાં જનારાની અંદર ગેમ્સ માટે ગજબનાક અને અસાધરણ ઘેલછા હોવી જોઇએ.

તમે ટ્રેનોમાં કે બસોમાં કે રેસ્ટોરાંમાં કે દવાખાના-હોસ્પિટલોમાં કે કોઇની રાહ જોતા કે મિત્રોના ટોળામાં સુદ્ધાં અનેકને મોબાઇલ ફોન ઉપર ગેમ્સ ખેલવામાં વ્યસ્ત જોયા હશે. આ લોકો માટે જાણે સમય થીજી ગયો હોય છે, તેમાંનાં કેટલાકો માટે તો રમતનો એક રાઉન્ડ હારી જવો એટલે આબરુ ગુમાવી દેવા જેવી સ્થિતિનો અનુભવ કરવા બરાબર છે.

હારી ગયેલા ગેમરને જોજો..., જીંદગીની બાજી હારી ગયો હોય અને હારેલું સમગ્ર એક જ દાવમાં પરત મેળવી લેવાનું હોય તેવા આક્રોશ અને આક્રમણ સાથે ગેમનો નવો રાઉન્ડ ખેલતો હોય છે. 

એવા પણ કેટલાકો છે જે વારંવાર એકની એક રમત રમ્યા કરીને સૌથી વધુ    ઝડપથી સૌથી વધુ  પોઇન્ટ મેળવવાની બાજી માંડતા હોય છે. કોઇ વિદ્વાને ખરેખર જ સાચું કહ્યું છે કે, 'જીંદગીની બાજી માંડતા રહો, હારવાનો વિચાર ન કરો. હાર્યાનો અફસોસ ન કરો... તો જીતશોે જરૃર.દ ગેમરો ચોક્કસ જ આ ફિલોસોફીમાં માનતા હોવા જોઇએ અને આવા ગેમરોનાં અસ્તિત્વને કારણે નવી નવી ગેમ્સ બનાવતો ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે અને રમત રમવાની ઘેલછાએ ગેમ્સ સર્જનની કારકિર્દીની નવી દિશા ખોલી છે.

છેલ્લા  બે-ત્રણ વર્ષથી  સ્માર્ટ ફોનનો વધતો વપરાશ અને ફોરજી સ્પીડના કારણે ઓનલાઇન ગેમનું માર્કેટ કૂદકે ન ભૂસકે વધી રહ્યું છે.  વિદ્યાર્થીઓ  ઑનલાઇન ગેમના વ્યસની બનતા જાય છે તેમને માટે મોબાઇલ ફોન એ ગેમ રમવાનું હાથવગું સાધન છે. અરે, નાના ટાબરીયાં સુધ્ધાં 'એન્ગ્રી બર્ડ' જેવી ગેમ રમતા શીખી જાય  છે.

લોકોનો ગેમ માટેનો ક્રેઝ જોઈને ગેમનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે.  આમ તો  દરેક મોબાઇલ કંપનીઓ ગેમ ઇન્સ્ટોલ કરીને જ આપે છે.  છોકરાઓની ઉંમરને ધ્યાનમાં રાખીને ગેમ તૈયાર કરાય છે; પછી તેનું માર્કેટિંગ થાય છે કેટલીક ગેમ ફ્રી હોય છે જ્યારેે કેટલીક ગેમ માટે પૈસા ચૂકવવા પડે છે.

ગેમ્સ રમનારાં કહે છે કે, આમ રમવાથી તેમની તાણમાં ઘટાડો થાય છે. કદાચ વાત સાચી છે. ગેમ માત્ર મોબાઇલ ફોનો  પુરતી  સિમિત નથી, સોલિટેર, માઇન્સસ્વીપર તથા અસંખ્ય અન્ય કમ્પ્યુટર ગેમ ઓફિસોમાં તંગદિલી કે માનસિક તાણ દૂર કરવાના ઓજાર તરીકે ઉપયોગમાં લેવાય છે. મોબાઇલ ફોન ગેમ્સ કે કમ્પ્યુટર ગેમ્સ  સાથે વણાઇ ગયેલાં અસંખ્ય લોકોને કારણે આજે આપણી ચેતનામાં ગેમ કલ્ચર પ્રવેશી ગયું છે,   ગેમ નિર્માણ કરનારાઓ કહે છે કે, 'આપણા દેશમાં ગેમ કલ્ચરની વૃદ્ધિ થઇ રહી છે.  આ ઉદ્યોગ વિકસી રહ્યો છે, ખીલી રહ્યો છે.

કોઇ પણ ગેમ કે મોબાઇલ ફોનની ગેમ માટે ગેમ ડિઝાઇનર તેનો વિચાર ઘડે છે. આ વિચાર મોટા ભાગે સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની,  સાનિયા મિર્ઝા જેવી બ્રાન્ડ ઉપર આધારિત હોય છે. ડિઝાઇનર એ વિચાર, એ કન્સેપ્ટ ગેમ નિર્માતાને માન્યતા માટે આપે છે. નિર્માતા એ વિચાર કે કન્સેપ્ટ કેટલો ચાલશે, ચાલશે કે નહીં  વગેરે બાબતોનું મૂલ્યાંકન કરે છે.

એક વાર નિર્મતા તરફથી આ વિચારને લીલીઝંડી મળે તે પછી તે કન્સેપ્ટ ગેમ આર્ટિસ્ટો ધરાવતા આર્ટ ડિપાર્ટમેન્ટને પાઠવવામાં આવે છે. ગેમ આર્ટિસ્ટો કે એનિમેટરો ડિઝાઇનરે સૂચવ્યા પ્રમાણે અફલાતૂન લેન્ડસ્કેપ અને અસાધારણ કરતબગારીવાળા પાત્રોનું ૩-ડી મેક્સ જેવા કે અન્ય સોફ્ટવેરના ઉપયોગથી સર્જન કરે છે.

એ પછી આખી સામગ્રી પ્રોગ્રામિંગ વિભાગને સુપરત કરવામાં આવે છે. અહીં પ્રોગ્રામરો કોડ્સ, સિક્વન્સો અને ટાઇમિંગ જેવા ઘટકો સાંકળી લઇને આખી ગેમ કેવી રીતે ચાલશે તે નક્કી કરે છે. યોગ્ય કોડ વિના એ રમતમાં જે કંઇ રહેશે તે સરસ ચિત્રો અને શબ્દોનું ઝૂમખું હશે. આ ગેમ પ્રોગ્રામર એક એવી વ્યક્તિ છે જે પ્રોગ્રામિંગ લેન્ગેવેજમાં કોડનું, સંકેતોનું સર્જન કરીને ગેમને હાલતીચાલતી કરે છે,

તેના પાત્રોમાં સજીવારોપણ કરે છે. તેણે આખી ગેમને કોઇ પણ જાતના અવરોધ ખચકાટ કે અટકાવ વિના સડસડાટ ચાલતી રાખવાનું કામ કરવાનું છે અને ગેમને અતિશય સુરેખ પણ તેણે જ બનાવવાની છે.

એક વાર પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટનું કામ પૂર્ણ થઇ જાય પછી એ સામગ્રી સાઉન્ડ વિભાગને મોકલવામાં આવે છે. અહીં આ ગેમમાં યોગ્ય અને આવશ્યક બેકગ્રાઉન્ડ એટલે કે પાર્શ્વ સંગીત તથા જરૃરી સાઉન્ડ ઇફેકટ ઉમેરવામાં આવે છે. મ્યુઝિક અને સાઉન્ડનો ઉમેરો કરી દેવાયા બાદ આખી તૈયાર ગેમને પોર્ટિંગ માટે સુપરત કરી દેવામાં આવે છે, એટલે કે વિવિધ હેન્ડ સેટ પર ટ્રાયલ રન - ચકાસણી માટે મૂકવામાં આવે છે.

જો તમે બુ્ર    કે જેટુએમઇ (જાવા માઇક્રો એડિશન) જેવા કમ્પ્યુટર પ્રોગ્રામોમાં સડસડાટ અને કોઇ પણ ખચકાટ વગર કામ કરી શકતા હો તો તમે ગેમિંગ પ્રોગ્રામર તરીકે પોતાને આગળ  કરી  શકો છો. એ સાથે જ ૩-ડી મેક્સ જેવા એનિમશન માટેના સોફ્ટવેરની ઝીણવટભરી જાણકારી ફરજિયાત છે. ગેમિંગ કંપનીઓ અહીં જણાવેલા કસબના ઉસ્તાદ લોકોને  શોધે  જ છે, 

પણ આ સાથે જૂથમાં કામ કરવાની આવડતને આ કંપનીઓ બહુ જ મહત્ત્વ આપે છે. આ એક બહુ મોટી આવડત છે  અને એ આવડત ગેમિંગ પ્રોગ્રામરમાં હોવી અતિ આવશ્યક છે કારણ કે, એક ગેમનું સર્જન કરવામાં કેટલાય લોકો સંકળાતા હોય છે. આ દરેક જણે બીજાની સાથે હળીમળીને કામ કરવાનું હોય છે.

ગેમિંગ ઉદ્યોગમાં પ્રોેગ્રામરો અને ડિઝાઇનરન બહુ મોટી માગ છે,   વિશાળ દ્રષ્ટિ  ધરાવનાર માટે તો અહીં તકોનો ભંડાર ભરેલો છે.

એક અનુભવી ગમ પ્રોગ્રામર ૫૦,૦૦૦ રૃપિયાથી ૭૦,૦૦૦ રૃપિયા સુી કમાઇ શકે છે જ્યારે તાજોે ગેમ પ્રોગ્રામર ૨૦,૦૦૦ રૃપિયા કે ૩૦,૦૦૦ રૃપિયાથી કારકિર્દીનો આરંભ કરી શકે છે.  એક ડિઝાઇનર લાંબો અનુભવ મળવે પછી તેને આ ક્ષેત્રમાં ગેમ પ્રોડયુસરના સ્થાને બઢતી આપવામાં આવે છે જેથી તે ગેમિંગ યોજનાઓ પર નિગરાની રાખી શકે. મોબાઇલ ફોન ગેમ ડિઝાઇનર એક સાથે ચાર કે પાંચ યોજના હાથ ધરી શકે છે.

કેટલીક ગેમના માર્કેટીંગમાં તેના એમ્બેસેડરો તરીકે વિરાટ કોહલી અને રીતીક રોશન જેવા સેલિબ્રિટીનો ઉપયોગ કરવામાં આવે છે. એક અહેવાલ અનુસાર ડીજીટલ સિસ્ટમ હેઠળ ઑનલાઇન ગેમના પૈસા ચૂકવાય છે. આ સબસ્ક્રીપ્શન માત્ર એક અઠવાડિયા માટે  હોય છે. ફરી ગેમ રમવી હોય તો બીજીવાર સબસ્ક્રીપ્શન રિન્યુ કરાવવું પડે છે. એકવાર બાળકને ગેમની લત લાગી જાય પછી તે તેમાં જ ખૂંપી જાય છે.

છોકરાઓ સ્માર્ટ   ફોનના વપરાશ કરતી વખતે મોબાઇલ ગેમ સાથે જ તેની શરુઆત કરે  છે. હાલમાં ભારતમાં ઑનલાઇન મોબાઇલ ગેમ રમનારાની સંખ્યા ૧૫ કરોડ છે. માર્કેટના નિષ્ણાતો કહે છે કે ૨૦૨૧ સુધીમાં આ સંખ્યા ૩૧ કરોડ પર પહોંચી જશે. આમ ૨૦૨૦ સુધીમાં ઑનલાઇન ગેમિંગનો બિઝનેસ  રૃા. ૨૦૦ કરોડ પર પહોંચી જશે.

મોબાઇલ ગેમિંગમાં ત્રણ રીતે આવક થાય છે. એક એપ્લિકેશનથી, બીજી સબસ્ક્રીપ્શનથી અને ત્રીજી જાહેરાતથી. એક ગેમિંગ કંપની તો આવતા વર્ષે શેરબજારમાં આઇપીઓ લાવવા  વિચારે  છે.  મોબાઇલ ગેમને ક્રિએટીવ બનાવવાના પ્રયાસ ચાલુ છે. દરેક ઉંમરના લોકો ગેમ રમી શકે એવી યુનિવર્સલ ગેમ તૈયાર કરાઈ છે. આ ક્ષેત્ર સાથે  સંકળાયેલા એક નિષ્ણાતનું  કહેવું એમ  છે કે  આવનારા વર્ષોમાં સ્માર્ટફોનના  વપરાશ સાથે જ મોબાઈલ ગેમનો  બિઝનેસ પણ ખૂબ વધી જશે. એ સાથે જ નવી નવી ગેમ  તૈયાર કરનારા પ્રોફેશનલોની  પણ  બહુ ડિમાન્ડ હશે.

હવે તો ગેમિંગ ક્ષેત્રમાં છલાંગ લગાવવા તૈયાર હોય તેને તાલીમ આપવા માટે કેટલીક ઇન્સ્ટીટયૂટો પણ ખુલી છે. જો કે, આ ક્ષેત્રમાં જનારાની અંદર ગેમ્સ માટે ગજબનાક અને અસાધરણ ઘેલછા હોવી જોઇએ. સી++, જાવા અને બુ્ર જેવી કમ્પયુટરની લેન્ગ્વેજો કડકડાટ આવડતી હોવી જોઇએ એ ઉપરાંત વાતચીત કરવાની સારી આવડત હોવી જોઇએ. 

  જો તમને એક વાત સરસ રીતે બહેલાવીને મૂકતા આવડતી હોય તો તમે ગેમના પાત્રોને ઉચિત રીતે ખડાં કરી શકો અને ગેમનાં તાણાંવાણાં સારી રીતે વણી શકો. ગેમિંગમાં રસ ધરાવતી વ્યક્તિ આ ક્ષેત્રમાં સાઉન્ડ એન્જનિયર કે કમપોઝર બની શકે છે. કમ્પોઝરે ગેમ માટે સંગીત તૈયાર કરવાનું હોય છે.

આ ઉપરાંત ગેમ તૈયાર કરનારો  કંપનીમાં   કેટલાક વિભાગો હોય છે, તેાં એટલે કે માર્કેટિંગ, પેકેજિંગ અને કસ્ટમર સપોર્ટ વિભાગોમાં પણ કારકિર્દી બનાવી શકાય છે તો પ્રોડ્ક્શન પર્સોનલ તરીકે પણ કમ કરી શકાય છે. ગેમનું ટેસ્ટિંગ પણ કરવું પડે છે, તેમાં બ્લેક બોક્સ ટેસ્ટિંગ અને સ્ટ્રેસ ટેસ્ટિંગ થાય છે એટલે ગેમ્સ ટેસ્ટર તરીકે પણ વ્યક્તિ કામ કરી શકે છે.

આમ ગેમિંગ ક્ષેત્ર હવે ઉદ્યોગ બનવાની દિશામાં છે ત્યારે તેમાં કયા સ્થાને શું કામ કરી શકાય તેની થોડી જાણકારી મેળવી લેવામાં કશું ખોટું નથી. રસ ધરાવનારી વ્યકિત આ ક્ષેત્રમાં શું થઇ શકે છે તે જાણે તેમાં કોઇ નવાઇ નથી, પણ માત્ર ગેમ રમવામાં રસ ધરાવનારાએ પણ કેટલીક વિગતો જાણવી જોઇએ.

આ ક્ષેત્રમાં એક સ્થાન ઓડિયો એન્જિનિયરનું  છે. ઓડિયો એન્જિનિયર ગેમની અંદરના સંગીત અને સાઉન્ડ ઇફેક્ટની ડિઝાઇન માટે જવાબદાર હોય છે. તે વોઇસ ઓવરના રેકોર્ડિંગ અને એડિંટિંગના કામમાં પ્રોડ્કશન ટીમ સાથે મળીને પણ કામ કરી શકો છે. તમારી પાસે સીએસ (કમ્પ્યુટર સાયન્સ) કે તે સ્તરની સીઇ (કમ્પ્યુટર એન્જિનિયરિંગ) અથવા ઇઇ (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ)ની સ્નાતક ડિગ્રી હોય તો તમે તમારી જાતન ઓડિયો એન્જિનિયર તરીકે સ્થાપિત કરી શકો.

આ ઉપરાંત તમને સી++નું ઉંડાણપૂર્વકનું જ્ઞાાન હોવું જોઇએ, તેની સાથે મ્યુઝિક ફોરમેટ, ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ (ડીએસપી)ના ુઉપયોગની ટેકનિકલ જાણકારી તથા ફિલ્ટર્સ, ઓથરિંગ ટુલ્સ, એડિટિંગ ટુલ્સ અને કન્વર્ઝન ટુલ્સની અસરકારક માહિતી હોવી અતિશય આવશ્યક છે. ઓડિયો એન્જિનિયર માટે સાઉન્ડના ક્ષેત્રમાં બેથી ત્રણ વર્ષના કામનો અનુભવ ફરજિયાત છે.

ગેમ ડિઝાઇનર  તરીકે કામ કરવા માટેની પણ કેટલીક આવશ્યકતાઓ હોય છે. ઉદ્યોગમાં ગેમ ડિઝાઇનરોની તાતી તંગી છે. આ હોદ્દા ઉપર કામ કરનારો માણસ નવી ગેમનો કન્સેપ્ટ, વિચાર તૈયાર કરે છે.  તેથી જ કોઇ પણ ગેમ ડિઝાઇનરમાં સર્જનશક્તિ હોવી જ જોઇએ, સર્જનાત્મકતા હોવી જ જોઇએ અને તે જ સૌ પ્રથમ શરત છે. એ ઉપરાંત તે અનુભવી ગેમ રમનારો હોવા જરૃરી છે, તો જ તે ગેમ રમનારાઓને નવું શું આપી શકાય તેનો વિચાર કરી શકે છે.  

ગેમ સાહજિક અને કુદરતી અને પડકારરૃપ લાગે તેવી રીતે તેની રચના કરવામાં પુષ્કળ સમાન્ય જ્ઞાાન કે જનરલ નોલેજ હોવું આવશ્યક છે. લેવલ ડિઝાઇનર કલામાં નિપૂણ હોવો જ જોઇએ.

ગેમની અંદર કોઇ બહુ બોલકું પાત્ર હોય તો પટકથાની જરૃર પડે છે. એક લેખક પટકથામાં આવા પાત્ર માટે સંવાદો લખે છે. આ જ લેખક જેને ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં રાઇટર કહેવાય છે તે ગેમની વાર્તા સમજાવતું રસ પડે તેવું વક્તવ્ય લખે છે. આમ આ ક્ષેત્રમાં રાઇટરનું પણ એક સ્થાન છે.

ગેમ બનાવતી કંપનીમાં કામ કરવા માટેનો તમારો હોદ્દો ભલે ગમે તે હોય, તમે ૩-ડી મેક્સ, ફોટોશોપ અને મેક્રોમિડિયા ફ્લેશમાં ખુબ નિપૂણ હોવા જોઇએ, એ આ ક્ષેત્રમાં પ્રવેશવાની પ્રથમ શરત છે અને તે જ પ્રાથમિક આવશ્યક્તા છે.

બધી  વાતનો  સાર  એ  છે કે સ્માર્ટ ફોનનો વપરાશ અને સ્પીડ વધવાની સાથે મોબાઈલ ગેમિંનનું  માર્કેટ પણ કૂદકે ને  ભૂસકે વધતું જશે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment