મેનેજમેન્ટ - ધવલ મહેતા

ભારતના હેલ્થ કેર મેનેજમેન્ટમાં વધુ ધ્યાન આપવાની જરૃર છે


મેનેજમેન્ટ - ધવલ મહેતા

ભારતના ગામડાઓના દર હજારની વસતી દીઠ મૃત્યુદરનું પ્રમાણ ૭.૬ હતું જ્યારે શહેરી ભારતમા તે પ્રમાણ ૫.૭ હતું. આ તફાવત ઘણો મોટો ગણાય...

ભારતમાં યોગ્ય સારવારને અભાવે (અનાજના અભાવે નહી) કદાચ લાખો લોકોના મૃત્યુ થાય છે. ભારતમાં શીશુ મૃત્યુનોદર ઘણો ઊંચો છે જેમાં યોગ્ય સારવારનો અભાવ કારણભૂત હોઈ શકે છે. ભારતમાં ૨૦૧૧માં શીશુમૃત્યુનો દર હજાર શીશુજન્મના પ્રમાણમાં ૪૪ હતો જેનું પ્રમાણ શહેરોમાં માત્ર ૨૯ હતુ જ્યારે ગામડામા તે પ્રમાણ ૪૮ જેટલું મોટું હતું, એનો અર્થ એ ગામડામા તબીબી સારવારનો મોટો અભાવ છે. તેમજ ગામડાની માતાઓના બાળરોગ વિષે જ્ઞાાનનો પણ ગણનાપાત્ર રીતે અભાવ છે.

વળી ભારતના ગામડાઓના દર હજારની વસતી દીઠ મૃત્યુદરનું પ્રમાણ ૭.૬ હતું જ્યારે શહેરી ભારતમા તે પ્રમાણ ૫.૭ હતું. આ તફાવત ઘણો મોટો ગણાય તેે એક કારણ ગામડામાં તબીબી સારવારનો અભાવ કે ગામડામાં પોષક ખોરાકની ઊણપ હોઈ શકે છે. શહેરો કરતા ગામડાનું જીવન વધારે સારૃ અને વધારે તંદુરસ્તી એમ માનનારાઓ માટે ઉપરના આંકડા અણગમતા જણાશે પરંતુ  હકીકતને સ્વીકાર કરવો પડશે.

અપૂરતી તબીબી સારવાર

ભારતમાં દર હજાર જન્મદીઠ ઉપર પ્રમાણે શીશુ મરણનું પ્રમાણ ૪૮ હતુ તો ૨૦૧૦માં તો ચીનમાં ૧૨.૬, યુકેમાં ૪.૪, જર્મનીમા ૩.૩, યુએસએમા ૬.૪ (ત્યાના નીગ્રો કુટુંબોમાં શીશુ મરણનું પ્રમાણ વધારે છે) અને જાપાનમા માત્ર ૨.૪ હતું.

ક્યા ભારતમાં શીશુ મરણનો દર ૪૮ અને ક્યા જાપાનનો શીશુ મૃત્યુદર માત્ર ૨.૪ ? આ તફાવત ભારતની માતાઓને પુષ્ટીદાયક ખોરાકની ઊણપ અને યોગ્ય સમયે યોગ્ય તબીબી સારવારની અભાવને કારણે હોઈ શકે છે. વળી આપણા દેશ કરતા ત્યાંની સરકારી હોસ્પીટલોનો વહીવટ ઘણો વધારે માનવીય હોય છે. ડૉક્ટરો અને નર્સીંગ સ્ટાફ કે એડમીટીંગ સ્ટાફ ત્યાં ગરીબ દર્દીને તુચ્છકારથી જોતા નથી.

ભારતમાં સરકારી હોસ્પીટલોમાં પૂરતા લોકોની (ડૉક્ટરો, નર્સીંગ સ્ટાફ, હેલ્પર્સ વગેરે) નીમણુક થતી નથી. અથવા ખાલી જગ્યાઓ પૂરાતી નહી હોવાથી દર્દીઓની સારવારમાં ઘણી ઊણપો રહે છે. સરકારી હોસ્પીટલોનું મીસમેનેજમેન્ટ અને ખાનગી હોસ્પીટલો દ્વારા દર્દીઓની ઊઘાડી લૂંટ એ આપણા તબીબી જગતના બે મુખ્ય દૂષણો છે.

હેલ્થકેરમાં રોજગારી

ભારતમા ખેતીવાડી ક્ષેત્રમા 'ઓવરક્રાઉડીંગ' છે. ખેતીનું ક્ષેત્ર એ ભારત માટે 'એસેટ' નથી પણ 'લાયેબીલીટી' છે કારણ કે ૪૭ ટકા વર્કફોર્સ જીડીપીમા માત્ર ૧૩થી ૧૪ ટકાનો જ ફાળો આપે તે કોઈ સ્વમાની દેશ ચલાવી લે નહીં. પણ ઘણાને કદાચ ખબર નથી કે ભારતમાં સર્વીસ સેકટર તે ભારતીય આર્થિક વિકાસનું મુખ્ય એન્જીન છે.

ભારતીય વિકાસનો ડ્રાઈવીંગ ફોર્સ અત્યારે બેકીંગ, ફાયનાન્સ, ઇન્સ્યુરન્સ, શીક્ષણ, આઈટી, મનોરંજન, છૂટક વ્યાપાર, હોટેલો, રેસ્ટોરાં, ટી.વી. અને તબીબી સારવાર ક્ષેત્ર છે. આ ક્ષેત્ર હવે ખેતી કે મેન્યુફેકચરીંગ કરતા વધુ નોકરીઓનું સર્જન કરી રહ્યું છે. ઘણાને ખબર નથી કે જગતમા અત્યારે સૌથી મોટો ઉદ્યોગ હેલ્થ સેકટર છે. સેવા ક્ષેત્ર છે.

જગતમા હેલ્થકેર મેનેજમેન્ટ ક્ષેત્ર ૮ ટ્રીલીયન ડોલર્સ જેટલું અ ધ ધ ધ છે જેની સરખામણીમાં આઈટી ઉદ્યોગ ૩.૪ ટ્રીલીયન ડોલર્સ, ખનિજ તેલનો ઉદ્યોગ ૨ ટ્રીલીયન ડોલર્સ અને ઓટોમોબાઈલ ઉદ્યોગ તે પણ માત્ર ૨ ટ્રીલીયન ડોલર્સનો છે. જ્યારે ઉપર જોયું તેમ હેલ્થ કેર મેનેજમેન્ટનો૮ ટ્રીલીયન ડોલર્સનો ટર્ન ઓવર (વેચાણ) ઉપરના ત્રણે ઉદ્યોગોના સરવાળા કરતા પણ વધુ છે. અમેરિકા અને યુ.કે.ની નેશનલ હેલ્થ સર્વીસ જગતમા સૌથી વધુ રોજગારી ઉભી કરવામાં પાંચમા સ્થાને છે. આ કેટલો માનવીય સમાજ ગણાય જેમા હેલ્થ કેર મેનેજમેન્ટના ક્ષેત્રે કોઈ એક ક્ષેત્રથી વધુ લોકો કામ કરતા હોય ?

રોજગારીની મોટી તકો

આ અંગે પોતાનો અનુભવ રજૂ કરતા નારાયણ હેલ્થ સીસ્ટમના સ્થાપક અને સીઈઓ દેવી શેટ્ટી જણાવે છે કે ભારતની સૌથી મોટી કાર કંપની મારૃતીનું વેચાણ રૃપિયા ૬૬,૫૦૦ કરોડનું છે અને તે માત્ર ૧૩,૫૦૦ માણસો કામ કરે છે જ્યારે નારાયણ હેલ્થ કેર સીસ્ટમની કુલઆવક (સેલ્સ રેવન્યુ) આર્થિક માત્ર ૧૮૭૮ કરોડ રૃપિયા છે પણ તે ૧૫,૫૦૦ લોકોને રોજગાર પૂરો પાડે છે.

જેમાં ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ, પેરામેડીકલ, એડમીનીસ્ટ્રેટીવ સ્ટાફ, હેલ્પર્સ વગેરેનો સમાવેશ થાય છે. ડૉ. દેવી શેટ્ટીના મતમુજબ ભારતમા જો હેલ્થકેર મેનેજમેન્ટ સીસ્ટમનું વિસ્તરણ થાય અને તેનું સારૃ મેનેજમેન્ટ થાય તો આ ક્ષેત્રમા રોજગારીની મોટી તકો છે. વળી આ ક્ષેત્રમાં લાખો ગામડાની સ્ત્રીઓને નર્સીંગસ્ટાફ કે હેલ્પર તરીકે તાલીમ આપી શકાય છે.

ભારતમાં ઓછામાં ઓછી ૫૦૦૦ હોસ્પીટલો એવી છે કે જેઓ બહેનોને હેલ્થ એઇડ વર્કરની તાલીમ આપી શકે તેમ છે. આવતા વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે આવતા ૧૩ વર્ષમા જગતમા ૮.૨ કરોડ હેલ્થ કેર વર્કસની જરૃર પડશે. આપણી ૬૦૦ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલોમા આવતા વર્ષોમાં આપણી સરકાર ૫૦ લાખ હેલ્થકેર વર્કસની ટ્રેઇનીંગ માટે વ્યવસ્થા કરી શકે તેમ છે. આ હેલ્થ કેર વર્કફોર્સમાં ડોક્ટરો, નર્સીસ, પેરામેડીકલ સ્ટાફ હેલ્થ વર્કસ વગેરેનો સમાવેશ થઇ શકે છે.

ભારતનું છેલ્લુ બજેટ

ભારતની સરકારે ૧લી ફેબુ્રઆરી ૨૦૧૮મા રજૂ થયેલા બજેટમા ૨૪ મેડીકલ કોલેજીઝ અને હોસ્પીટલો સ્થાપવાની જાહેરાત કરી છે. તે ઉત્તમ પગલુ છે પરંતુ તેનો અમલ તત્કાલ થવો જોઇએ.

અત્યારે ચાલુ મેડીકલ કોલેજોમાં અને સરકારી હોસ્પીટલોમા જ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફનીતેમજ ટીચીંગ સ્ટાફનીતૂટ છે ત્યાં આ ૨૪મેડીકલ કોલેજીઝ(અને તમની સાથે સંલગ્ન હોસ્પીટલો) માટે પૂરતો સ્ટાફ મળશે કે નહીં તે ચિંતાનો વિષય છે. સ્ટાફ મળે છે તો તે ટકતો નથી તે પણ ચિંતાનો વિષય છે.

હવે ભારતમાં એટલી સસ્તી પરંતુ અસરકારક મેડીકલ કોલેજીઝ સ્થાપો કે તેમને એમબીએકોલેજોની માફક વિદ્યાર્થીઓ મેળવતાફાંફા પડે. ચાલુ બજેટમાં સૌથી મોટુ પગલુ દેશના ૧૦ કરોડ પરિવારો (દરેક પરિવારમાં સરાસરી ૪.૫ થી ૪.૯ સભ્યો રહેતા હોય છે) એટલે કે લગભગ ૪૫થી ૫૦ કરોડ લોકો માટે કુટુંબદીઠ પાંચ લાખનું મેડીકલ ઇન્સ્યુરન્સ અંગેનું છે.

આ પગલું ક્રાંતિકારી છે. તેને અંગ્રેજીમાં 'ગેમ ચેઇન્જર' ગણી શકાય. પરંતુ યોજનામાટે જે જંગી નાણા જોઇશે ક્યાંથી ઉભા થશે તે અંગે સરકાર મૌન છે. સૌથી લાભદાયક યોજના ફુડ સીક્યુરીટી (રેશનીંગ)ની છે જેણે દેશમાંથી ભૂખમરો નાબૂદ કર્યો છે.

ભારતની એમબીએ સ્કુલોમાં બહુ જ ઓછી સ્કુલોમાં હેલ્થ કેર મેનેજમેન્ટનું સ્પેશીયલાઇઝેશન છે. મોટી હોસ્પીટલોના સાથે વાતચીત બાદ અમુક એમબીએ સંસ્થાઓ, હેલ્થકેર એન્ડ હોસ્પીટલ મેનેજમેન્ટનું સ્પેશીયાલાઇઝેશન વિદ્યાર્થીઓને 'ઓફર' કરી શકે છે. હોસ્પીટલોના અને મેડીકલ કોલેજીઝના સહકાર વિના શક્ય નથી કારણ કે આ વિષયમાં ટેક્ષ્ટ-બુક ટ્રેનીંગ કામ લાગે નહીં. તેમાં 'પ્રેક્ટીકલ્સ'નો મોટો ફાળોજોઇએ જે હોસ્પીટલો જ પૂરા પાડી શકે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment