વેલેન્ટાઇન્સ ડે: સ્લોવાકિયામાં છે લવબેંક જ્યાં પૈસા નહી પ્રેમ કહાનીઓ થાય છે જમા


વેલેન્ટાઇન્સ ડે: સ્લોવાકિયામાં છે લવબેંક જ્યાં પૈસા નહી પ્રેમ કહાનીઓ થાય છે જમા

- આ બેંક દુનિયાની સૌથી લાંબી લવ પોએમ મરીનાની યાદમાં ખોલવામાં આવી છે

- મારિયાનું ઘર જ 1 લાખ જેટલા લોકર્સ સાથે બની ગયું છે લવ બેંકઅમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

સ્લોવાકિયામાં એક એવી બેંક આવેલી છે જે જેમાં પૈસા નહી પરંતુ યુગલોની પ્રેમકહાની જમા થાય છે. આ અનોખી લવબેંક ખાસ છે. આ દુનિયાની એક માત્ર લવ બેંક છે.

પ્રત્યેક વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે અહીં મોટી સંખ્યામાં કપલ્સ આવે છે અને અહીં યોજાતા એક્ઝિબેશનમાં આવેલ લવ બેંક તેમના માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ બેંક દુનિયાની સૌથી લાંબી લવ પોએમ મરીનાની યાદમાં ખોલવામાં આવી છે. આ કવિતાને સ્લોવાકિયાના કવિ આંદ્રેજ સ્લેડકોવિકે લખી છે.

વર્ષ 1884માં 2,900 લાઇનની આ કવિતાને લખી છે જેમાં તેમણે પોતાની પ્રેમિકા મારિયા પિશલોવા સાથેની લવ સ્ટોરીને આલેખી છે. રોમિયો અને જૂલિયટ જેમ જ આંદ્રેજ અને મારિયા પણ એક ક્યારેય ન મળી શક્યા તેવા પ્રેમી છે. તેમની વાર્તા કોઈ કાલ્પનિક નહીં પરંતુ હકીકત છે.

સ્લોવાકિયાના શહેર બન્સ્કા સ્ટીવનિકાના જે ઘરમાં આંદ્રેજની પ્રેમિકા મારિયા રહેતી હતી તે હવે દુનિયામાં પ્રેમનું કેન્દ્ર બની ગયું છે. જ્યાં દર વર્ષે ઇન્ટરેક્ટિવ એગ્ઝિબિશનનું આયોજન થાય છે. આ સાથે જ અહીં એક લવ ઓ મીટર હોય છે જેમાં પ્રેમી કપલ વચ્ચે કેટલો પ્રેમ છે તે માપવામાં આવે છે.

મોટાભાગના કપલ્સ માટે લવ બેંક્સ સૌથી મોટું આકર્ષણ છે. આ એવી બેંક છે જ્યાં કપલ્સ પોતાના પ્રેમ સાથે જોડાયેલ નિશાનીઓ રાખી શકે છે. મારિયાના ઘરના બેઝમેંટમાં એક લાંબી ટનલ છે જેને બેંકના લોકરરુમમાં ફેરવી નાખવામાં આવી છે. આ ટનલમાં લગભગ 1 લાખ જેટલા નાના-નાના ડ્રોઅર છે. દરેક ડ્રોઅરમાં એક લવ લેટર હોય છે અને તેની સાથે પ્રેમ કવિતા મરીનાની 174 વર્ષ જુની હસ્તપ્રતની કોપી પણ રાખવામાં આવી હોય છે.

More Stories:-


Post Your Comment