Valentine's Day 2018: આ કારણથી કપલ્સ આ દિવસની ઉજવણી કરે છે

- વેલેન્ટાઇન્સ ડેના દિવસે દરેક વ્યક્તિ પોતાના સ્પેશિયલ વનને ગિફ્ટ્સ આપીને પ્રેમનો એકરાર કરે છે


Valentine's Day 2018: આ કારણથી કપલ્સ આ દિવસની ઉજવણી કરે છે

અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર 
 
વેલેન્ટાઇન ડે એટલે વર્ષનો સૌથી રોમેન્ટિક દિવસ. પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે મોટાભાગના લોકો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. વેલેન્ટાઇન ડેના દિવસે લોકો ગિફ્ટસ આપીને પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. જાણો, કયા કારણથી વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવો જોઇએ. 
 
- સેલિબ્રેશનનું બહાનું 
ભાગદોડ ભરી લાઇફમાં પાર્ટી કરવાનું બહાનું મળી જાય, તેનાથી વિશેષ શું હોઇ શકે!? જે પ્રકારે આપણે દરરોજ પૂજા કરતા હોઇએ છીએ, તેમછતાં દિવાળી, નવરાત્રી જેવા પર્વ મનાવીએ છીએ. ઠીક તેવી જ રીતે ભલે આપણે દરરોજ આપણા પાર્ટનર માટેનો પ્રેમ વ્યક્ત કરતા હોઇએ, પરંતુ તેનું જશ્ન એક દિવસે તો મનાવવું જ જોઇએ. 
  
- રિસાઇ ગયેલા પાર્ટનરને મનાવવાની તક
વેલેન્ટાઇન વીક દરમિયાન આસપાસનું વાતાવરણ પણ રૉમેન્ટિક બની જાય છે. જીમથી લઇને રેસ્ટોરન્ટસ સુધી કપલ ઑફર શરૂ થઇ જાય છે.. બજારમાં પણ સ્પેશિયલ વન માટે અવનવા ગિફ્ટ્સ આઇટમ્સ ઉપલબ્ધ થઇ જાય છે. મ્યૂઝિક્સમાં પણ રોમેન્ટિક સૉન્ગસની પ્લેલિસ્ટ ગૂંજવા લાગે છે. તો તમે પણ આ તકનો લાભ લઇ શકો છો અને પોતાના રિસાઇ ગયેલા સ્પેશિયલ પર્સનને મનાવી શકો છો.. રોમેન્ટિક દિવસોમાં પોતાના પ્રેમનો એકરાર કરશો તો તે જૂની બધી વાતો ભૂલીને માફ કરી દેશે. 
 
- ક્રશને ઇમ્પ્રેસ કરવાની તક
વેલેન્ટાઇન્સ ડેના બહાને તમે તમારા ક્રશને ડેટ પર લઇ જવા માટે પૂછી શકો છો. જો તે પણ તમને પસંદ કરે છે તો શક્ય છે કે આ રોમેન્ટિક દિવસે તે પણ તમારા પ્રપોઝલને સ્વીકારી લેશે. જો તે તમારી સાથે ડેટ પર જવા માટે તૈયાર ન પણ હોય તો પણ તમે રોઝ ડે અથવા ચૉકલેટ ડેના બહાને તેને સરપ્રાઇઝ આપીને ઇમ્પ્રેસ કરી શકો છો. 
 
- પોતાને ઓળખવાની તક
જરૂરી નથી કે પ્રેમ હંમેશા કોઇ બીજાને જ કરી શકાય. પોતાની જાતને પ્રેમ કરવું પણ તેટલું જ જરૂરી છે. વેલેન્ટાઇન્સ ડે પર જો તમે સિંગલ છો, તો તમારે તેનો પૂરો ફાયદો ઉઠાવવો જોઇએ. તમે ડેટની જગ્યાએ સોલો ટ્રિપ પર જઇ શકો છો, સલૂન સર્વિસ લઇને પોતાની જાતની કાળજી લઇ શકો છો, પોતાના માટે ગિફ્ટ્સ ખરીદ્યો અને તેવા કામ કરો જેનાથી તમને ખુશી મળે છે. 

More Stories:-


Post Your Comment