જાણો, શા માટે ટ્વિટરે 'પિસ્તોલ' ઇમોજીને 'વૉટર ગન' ઇમોજીથી રિપ્લેસ કર્યું


જાણો, શા માટે ટ્વિટરે 'પિસ્તોલ' ઇમોજીને 'વૉટર ગન' ઇમોજીથી રિપ્લેસ કર્યું

- એપલ iOS 10ની લેટેસ્ટ અપડેટ અને વૉટ્સએપ બાદ ટ્વિટરે પણ પિસ્તોલ ઇમોજી હટાવી દીધું


અમદાવાદ, તા. 15 એપ્રિલ 2018, રવિવાર 
 
વધતા ગન કલ્ચરને હતોત્સાહિત કરવા માટે સોશિયલ મીડિયા વેબસાઇટ ટ્વિટરે પોતાના પ્લેટફૉર્મ પરથી 'પિસ્તોલ' ઇમોજી હટાવી દીધું છે અને તેની જગ્યાએ 'વૉટર ગન'નું ઇમોજી આપી દીધું છે. આ પહેલા એપલે પણ iOS 10ની લેટેસ્ટ અપડેટમાં આ પ્રકારનું જ વૉટર ગન ઇમોજી આપ્યું હતું. 
 
માહિતી અનુસાર, ટ્વિટર પર ઇમોજીમાં જોવા મળી રહેલો આ ચેન્જ 'ટ્વિમોજી 2.6' અપડેટ્સ સાથે જોવા મળ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 'કંપની પોતાના પ્લેટફૉર્મ પર હેટ સ્પીચ, ગાળોને હેન્ડલ કરવામાં ઘણી મુશ્કેલીઓ વેઠી રહી હતી.' હવે આ ચેન્જ બાદ આવા લોકો ટ્રોલ કરવા માટે આ ઇમોજીનો ઉપયોગ કરી શકશે નહીં. 
 
ઉલ્લેખનીય છે કે યૂએસમાં વધી રહેલા ગન કલ્ચરની ખૂબ જ નિંદા થઇ રહી છે જેના કારણે એપલે પિસ્તોલના ઇમોજીને બાળકોની વૉટર ગન સાથે રિપ્લેસ કરી દીધું હતુ અને ત્યારબાદ ટ્વિટરે પણ પિસ્તોલનું ઇમોજી રિપ્લેસ કરી દીધું છે. મોબાઇલ ડિવાઇસમાં પિક્ટોરિયલ લેન્ગ્વેજ યૂઝ કરતા લોકોને ગનનું ઇમોજી ન આપવું જોઇએ. તેની સાથે જ સેમસંગ અને વૉટ્સએપ પહેલાથી જ પોતાના પ્લેટ્ફૉર્મ પર ગન ઇમોજીને વૉટર ગનથી રિપ્લેસ કરી ચૂક્યુ છે.

More Stories:-


Post Your Comment