જો તમે Whatsapp વાપરતા હોવ તો થઈ જજો સાવધાન!


જો તમે Whatsapp વાપરતા હોવ તો થઈ જજો સાવધાન!

- અમુક વાતોનું ધ્યાન રાખ્યુ નહીં તો વોટ્સએપ તમને જેલ ભેગા કરી શકે છે

- જાણો... Whatsappનો યુઝ કરતી વખતે કઈ ભૂલો ન કરવી


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2018 રવિવાર

વોટ્સએપનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. જેમાં ભારતીયો અવ્વલ છે, પરંતુ લોકોને એ વિશે બિલ્કુલ જાણકારી નથી કે આનો ઉપયોગ તેમને જેલ ભેગા કરી શકે છે.

જો તમે કોઈ ગ્રૂપના એડમિન છો તો સાવધાન થઈ જાવ કેમ કે પોલીસે જે કંટેન્ટથી સમાજમાં તણાવ પેદા થાય તેના પર રોક લગાવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગ્રુપ એડમિન્સે ધ્યાન રાખવુ જોઈએ કે ગ્રૂપમાં કઈ વ્યક્તિ શું મોકલી રહી છે. મોકલવામાં આવેલા કોઈ પણ ટેક્સટ, ઓડિયો અથવા મેસેજમાં તણાવ ફેલાવનારી સામગ્રી હોવી જોઈએ નહીં. સમગ્ર દેશમાં કોઈ પણ ગ્રૂપ એડમિન આ ભૂલ કરશે તો તેણે IPC અને ઈન્ફોર્મેશન એક્ટ અનુસાર સજા ભોગવવી પડશે.

આવો જાણીએ... વોટ્સએપ પર કઈ ભૂલો કરવાથી બચવુ

1. તમે જે ગ્રુપના એડમિન છો, તેમાં કોઈ પણ રીતે આપત્તિજનક વીડિયો, ફોટો, મેસેજ શેર થવા જોઈએ નહીં.

2. કોઈ પણ પરીક્ષાને લીક અથવા ઓનલાઈન ચેટિંગને પ્રોત્સાહન આપનાર વીડિયો, ફોટો, મેસેજ શેર થવા જોઈએ નહીં.

3. કોઈ પણ જાતિ અથવા ધર્મની ભાવનાઓને ભડકાવનાર સામગ્રી શેર થવી જોઈએ નહીં.

4. અશ્લીલ સામગ્રીવાળા ફોટો, વીડિયો અથવા ટેક્સ્ટ શેર થવા જોઈએ નહીં.

More Stories:-


Post Your Comment