21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ મેડલ સહિત 66 મેડલ હાંસલ કર્યા


21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ મેડલ સહિત 66 મેડલ હાંસલ કર્યા

- કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 504 મેડલની સફર પુરી કરી

- CWGમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ હાંસલ કરવામાં ભારત ચોથા ક્રમે


ગોલ્ડ કોસ્ટ, તા. 15 એપ્રિલ 2018, રવિવાર 
 
21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ મેડલ સહિત 66 મેડલ હાંસલ કરવાની સાથે જ નવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ગોલ્ડ કોસ્ટમાં પોતાના અભિયાનની સમાપ્તિ સાથે જ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતના કુલ મેડલ્સની સંખ્યા 504 સુધી પહોંચી ગઇ છે. ભારત પહેલા માત્ર ચાર દેશોએ જ 500 મેડલ્સની સંખ્યા પાર કરી છે. 
 
કોમનવેલ્થ ગેમ્સમાં ઑસ્ટ્રેલિયા 932 ગોલ્ડ સહિત 2415 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ઇંગ્લેન્ડના નામે 714 ગોલ્ડ સહિત કુલ 2144 મેડલ્સ છે, જ્યારે કેનેડા અત્યાર સુધીમાં 484 મેડલ સહિત 1555 મેડલ્સ જીતી ચુક્યુ છે. ભારતે 181 ગોલ્ડ સહિત 504 મેડલ્સ જીત્યા છે. ન્યૂઝીલેન્ડ 159 ગોલ્ડ મેડલ સહિત 655 મેડલ્સ જીત્યા છે. 
 
ભારતની સરખામણીમાં ઓછા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાને કારણે ઓવરઑલ મેડ્લ્સ હાંસલ કરવાની યાદીમાં ન્યૂઝીલેન્ડ પાંચમાં સ્થાને છે, જ્યારે ભારત ચોથા સ્થાન પર છે. 
 
1. ઑસ્ટ્રેલિયા : 932 ગોલ્ડ, કુલ મેડલ્સ : 2415 
 
2. ઇંગ્લેન્ડ : 714 ગોલ્ડ, કુલ મેડલ્સ : 2144 
 
3. કેનેડા : 484 ગોલ્ડ, કુલ મેડલ્સ : 1555
 
4. ભારત : 181 ગોલ્ડ, કુલ મેડલ્સ : 504
 
5. ન્યૂઝીલેન્ડ : 159 ગોલ્ડ, કુલ મેડલ્સ : 655
 
ગોલ્ડ કોસ્ટમાં ભારતે કુલ 66 મેડ્લ્સ પોતાના નામે કર્યા
 
1. નિશાનેબાજી : 7 ગોલ્ડ, 4 સિલ્વર, 5 બ્રૉન્ઝ, કુલ : 16 
 
2. કુશ્તી : 5 ગોલ્ડ, 3 સિલ્વર, 4 બ્રોન્ઝ, કુલ : 12 
 
3. વેઈટ લિફટીંગ : 5 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રૉન્ઝ, કુલ : 9 
 
4. બોક્સિંગ : 3 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રૉન્ઝ, કુલ : 9 
 
5. ટેબલ ટેનિસ : 3 ગોલ્ડ, 2 સિલ્વર, 3 બ્રૉન્ઝ કુલ : 8 
 
6. બેડમિન્ટન : 2 ગોલ્ડ, 3 સિલ્વર, 1 બ્રોન્ઝ કુલ : 6 
 
7. એથલેટિક્સ : 1 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ કુલ : 3
 
8. સ્ક્વોશ : 0 ગોલ્ડ, 2 સિલ્વર, 0 બ્રોન્ઝ કુલ : 2
 
9. પેરા પાવરલિફ્ટિંગ : 0 ગોલ્ડ, 0 સિલ્વર, 1 બ્રોન્ઝ કુલ : 1

More Stories:-


Post Your Comment