કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 500 મેડલની સફર પુરી કરી, 4 દેશ જ આગળ


કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 500 મેડલની સફર પુરી કરી, 4 દેશ જ આગળ

- ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો, ગ્લાસ્ગોમાં ભારતે કુલ 64 મેડલ હાંસલ કર્યા હતા

- આ વર્ષે ગોલ્ડ કોસ્ટમાં ભારતે 66 મેડલ મેળવ્યા


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2018 રવિવાર

ગત કોમનવેલ્થની સરખામણીએ  આ વર્ષે ભારતનું શાનદાન પ્રદર્શન રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આ વર્ષે 4થી 15 એપ્રિલ સુધી ચાલેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું ભવ્ય પ્રદર્શન રહ્યુ છે. સ્પોર્ટસ ક્ષેત્રનાં તજજ્ઞોનું માનવુ છે કે રમત ક્ષેત્રે મળતા પ્રોત્સાહનના કારણે ભારતનું પ્રદર્શન સતત સુધરતુ જઈ રહ્યુ છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના મેડલોની સંખ્યા દર વખતે વધતી જાય છે. ગત સમયની સરખામણીએ ભારતે બે મેડલ વધારે જીત્યા છે.

ગ્લાસ્ગો ગેમ્સમાં ભારતે 64 મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ વખતે ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં ભારતે કુલ 66 મેડલ મેળવ્યા છે. જેમાં 26 ગોલ્ડ મેડલ સામેલ છે. ભારતને કુલ 7 મેડલ મળ્યા છે. સાથે જ ભારતે અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના 500 મેડલ પૂરા કરી લીધા છે. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી કુલ 503 મેડલ જીતી લીધા છે.

ભારતના કોમનવેલ્થમાં અત્યારસુધીના 4 સૌથી સારા પ્રદર્શન

વર્ષ  સ્થળ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
2010 દિલ્હી 38 27 36 101
2002 મેનચેસ્ટર 30 22 17 69
2018 ગોલ્ડકોસ્ટ 26 20 20 66
2014 ગ્લાસ્ગો 15 30 19 64

 

More Stories:-


Post Your Comment