પત્ની સાથેના વિવાદને પગલે શમી આઇપીએલ ગુમાવે તેવી શક્યતા


પત્ની સાથેના વિવાદને પગલે શમી આઇપીએલ ગુમાવે તેવી શક્યતા

- શમીની પત્નીએ તેની પર હત્યાના પ્રયાસ સહિતના આરોપ મૂક્યા છે

- દિલ્હી ડેર ડેવિલ્સ ટીમમાં શમીને સામેલ કરવામાં આવ્યો છે


કોલકાતા, તા. 11 માર્ચ, 2018, રવિવાર

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પર તેની પત્ની હસિના જહાંએ ઘરેલું હિંસા, હત્યાના પ્રયાસ, રેપ સહિતના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. આ પછી ભારતીય ક્રિકેટ બોર્ડે શમીના કોન્ટ્રાક્ટને અટકાવ્યો હતો અને હવે તે આઇપીએલની આગામી સિઝન પર ગુમાવશે તે નક્કી લાગી રહ્યું છે.  નોંધપાત્ર છે કે, શમી આઇપીએલની દિલ્હી ડેર ડેવિલ્સ ટીમમાં સામેલ છે. અગાઉ ડેર ડેવિલ્સે એવી સ્પષ્ટતા કરી છે કે, આ મામલે બોર્ડ અમને જેમ કહેશે તેમ અમે કરીશું.

આઇપીએલની નવી સિઝન તારીખ ૭ એપ્રિલે શરૃ થઈ રહી છે. હવે શમી તેમાં રમશે કે નહિ તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. દિલ્હી ડેરડેવિલ્સ ફ્રેન્ચાઈઝીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, અમે આ મામલે ભારતીય ક્રિકેટ બોર્ડના માર્ગદર્શન પ્રમાણે આગળ વધીશું. અમે બોર્ડનો સંપર્ક કર્યો હતો અને તેઓએ જણાવ્યું કે તેઓ આ અંગે પોતાની રીતે આંતરિક તપાસ ચલાવી રહ્યા છે. જે પછી અમને કોઈ બાબતની જાણ કરશે. તેમની પાસેથી કોઈ સૂચના મળે તે પછી અમે આગળ વધીશું.

શમી નરમ પડયો : હસિનાને મળવા માટેની તૈયારી બતાવી
હસિના જહાંએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, જો હજુ પણ તે પાછો આવીને ભુલ સ્વિકારી લે તો હું સમાધાનની દિશામાં વિચારી શકુ છું. દરમિયાનમાં શમીનું વલણ પણ કુણું પડયું હતુ. તેણે એક મુલાકાતમાં કહ્યું કે, જો આ મામલો વાતચીતથી ઉકેલાતો હોય તો હું કોલકાતા જવા તૈયાર છું. આ એક જ રસ્તો અમારા અને અમારી પુત્રીઓ માટે યોગ્ય છે.

ફોન ન મળ્યો હોત તો શમી તલાક આપી દેત : હસિના
આજે ફરી વખત મીડિયા સામે આવેલી શમીની પત્ની હસિના જહાંએ વધુ એક આક્ષેપ મૂક્યો કે, જો મને તેનો ખાનગી ફોન ન મળ્યો હોત તો તે મને તલાક આપી દેવાનો હતો. જહાંએ ઉમેર્યું કે, મેં તેને સમજાવવાની કોશીશ કરી કે તુંતારી ભુલ માની લે. હું તેને સુધારવા માટે ઘણા લાબા સમયથી પ્રયાસ કરી રહી હતી. જો મને તેનો ખાનગી ફોન મળ્યો ન હોત તો તે ઉત્તર પ્રદેશ ભાગી ગયો હોત. જો તેનો ફોન મારા હાથમાં ન હોત તો આજ સુધીમાં તેણે મને તલાક આપી દીધા હોત.

More Stories:-


Post Your Comment