...તો ક્રિકેટમાંથી ખતમ થઈ જશે ટોસ ઉછાળવાની પરંપરા


...તો ક્રિકેટમાંથી ખતમ  થઈ જશે ટોસ ઉછાળવાની પરંપરા

આઈસીસીની મુંબઈ ખાતે મળનારી બેઠકમાં પ્રસ્તાવ પર ચર્ચા થશે


નવી દિલ્હી,તા.17.મે,ગુરુવાર
ક્રિકેટ મેચ અને ટોસ વચ્ચે રમતની શરૃઆત થઈ ત્યારથી જ સબંધ રહ્યો છે.ક્રિકેટ સાથે જોડાયેલી રહેલી આ પરંપરાને ખતમ કરવા માટે ઈન્ટરનેશનલ કિક્રેટ કાઉન્સિલે વિચારણા શરૃ કરી છે.

એક ક્રિકેટ વેબસાઈટે આપેલા અહેવાલ પ્રમાણે આઈસીસીની ક્રિકેટ સમિતિની મુંબઈમાં 28 અને 29 મેના રોજ મળનારી બેઠકમાં ટોસની પરંપરા રાખવી કે નહી તે અંગે ચર્ચા વિચારણા થશે.

1877માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ ત્યારથી ટોસ ઉછાળવાની પ્રથા ચાલી આવી છે.પરંપરા પ્રમાણે યજમાન ટીમનો કેપ્ટન ટોસ ઉછાળે છે અને મહેમાન ટીમનો કેપ્ટન હેડ કે ટેલ બોલે છે.જોકે તેની પ્રાસંગિકતા પર હવે સવાલ ઉઠી રહ્યા છે.આલોચકોનુ કહેવુ છે કે ટોસનો યજમાન ટીમોને ગેરફાયદો મળે છે.

આઈસીસી દ્વારા આ મામલે ચર્ચા કરવા માટે તેના સભ્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે ટેસ્ટ પીચોની તૈયારીમાં ઘરેલુ ટીમો હસ્તક્ષેપ કરે છે.જે ગંભીરર ચિંતાનો વિષય છે.સમિતિના એકથી વધારે સભ્યોનુ માનવુ છે કે મહેમાન ટીમને ટોસ પર નિર્ણય લેવાનો અધિકાર આપવો જોઈએ.જોકે સમિતિના કેટલાક સભ્યો એવા પણ છે જેમણે પોતાનો અભિપ્રાય આ મુદ્દે હજી સુધી આપ્યો નથી.

ઉલ્લેખનીય છે કે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 2016માં ટોસ કરાયો ન હતો.ભારતમાં પણ ઘરેલુ ક્રિકેટમાં ટોસ હટાવવાનો પ્રસ્તાવ મુકાયો હતો.જોકે તેને નકારી કઢાયો હતો.ઈંગ્લેડ ક્રિકેટ બોર્ડનુ કહેવુ છે કે કાઉન્ટિમાં ટોસ ઉછાળવાની પ્રથા દુર કરાયા બાદ મેચો લાંબી ચાલી હતી અને બોલ,બેટ વચ્ચે વધારે મજબૂત પ્રતિસ્પર્ધા જોવા મળી હતી.
 

More Stories:-


Post Your Comment