આજે પંજાબ સામેની મેચમાં મુંબઈ માટે જીત અનિવાર્ય


આજે પંજાબ સામેની મેચમાં મુંબઈ માટે જીત અનિવાર્ય

- રાજસ્થાન સામેની હાર બાદ રોહિત શર્માની ટીમ મુશ્કેલીમાં

- મુંબઈમાં રાત્રે ૮.૦૦થી મેચ


મુંબઈ, તા.15 મે, 2018, મંગળવાર

આવતી કાલે કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં ઘરઆંગણે રમી રહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવું ફરજીયાત બની ગયું છે. રવિવારની મેચમાં રાજસ્થાન સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સે જો આઇપીએલ-૧૧માં ટકી રહેવું હોય તો હવેની મેચો જીતવી ફરજીયાત બની ગઈ છે. મુંબઈએ આ સાથે અન્ય ટીમોના પરિણામો પર પણ નજર રાખવી પડશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન વચ્ચે આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાથી મુકાબલો શરૃ થશે.

મુંબઈ ઈન્ડિયન્સ એક તબક્કે હારીને બહાર ફેંકાવાના આરે ધકેલાઈ ગયું હતુ. જોકે ત્યાર બાદ મુંબઈના સતત ત્રણ વિજયે તેમને અંતિમ ચારની રેસમાં જીવંત રાખ્યા હતા. જોકે રાજસ્થાન સામેની મેચમાં મળેલી હારને કારણે ટીમને ફટકો પડયો છે. મુંબઈ હાલમાં ૧૨ મેચમાંથી પાંચ જીત સાથે ૧૦ પઈન્ટ મેવીને છઠ્ઠા સ્થાને છે. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ ૧૨ મેચમાં પાંચ જીત સાથે પાંચમા ક્રમે છે. પંજાબની ટીમ છેલ્લી પાંચમાંથી ચાર મેચ હારી ચૂકી છે.

રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો રનરેટ ઘણો સારો છે અને તેઓ આવતીકાલે આઉટ ઓફ ફોર્મ લાગી રહેલી કિંગ્સ ઈલેવનની ટીમને પછાડી શકે છે. કિંગ્સ ઈલેવન પંજાબનો દેખાવ સ્ટાર ખેલાડીઓની હાજરી છતાં કથળી રહ્યો છે. ક્રિસ ગેલ અને લોકેશ રાહુલની સાથે અશ્વિન જેવા દિગ્ગજ અને ટ્વેન્ટી-૨૦ના મેચ વિનર્સની હાજરી છતાં ટીમ ધાર્યા પ્રમાણેનો દેખાવ કરી શકી નથી.

પંજાબ સામેના મુકાબલામાં મુબઈ ઈન્ડિયન્સને સુર્યકુમાર યાદવની સાથે ઈવીન લુઈસની ધમાકેદાર શરૃઆતની આશા છે. કેપ્ટન રોહિતની સાથે સાથે હાર્દિક પંડયા, કૃણાલ પંડયા તેમજ જસપ્રીત બુમરાહ તેમજ મેક્ક્લેન્ઘને સારો દેખાવ કર્યો છે. જોકે કિંગ્સ ઈલેવનનો મદાર ક્રિસ ગેલ અને લોકેશ રાહુલ પર રહેલો છે. આ ઉપરાંત અક્ષર પટેલ, આરોન ફિન્ચ, કરૃન નાયર, મુજીબ,મીલર, ટાય જેવા ખેલાડીઓ મેચનું પાસુ પલ્ટી શકે છે.

આઇપીએલ-૧૧ : પોઈન્ટ ટેબલ

ટીમ

મેચ

જીત

હાર

ટાઈ

પોઈન્ટ

નેટ રનરેટ

હૈદરાબાદ

૧૨

૧૮

૦.૪૦૦

ચેન્નાઈ

૧૨

૧૬

૦.૩૮૩

કોલકાતા

૧૨

૧૨

-૦.૧૮૯

રાજસ્થાન

૧૨

૧૨

-૦.૩૪૭

પંજાબ

૧૨

૧૨

-૦.૫૧૮

મુંબઈ

૧૨

૧૦

૦.૪૦૫

બેંગ્લોર

૧૨

૧૦

૦.૨૧૮

દિલ્હી

૧૨

૦૬

-૦.૪૭૮

* કોલકાતા-રાજસ્થાન વચ્ચેની મેચ પહેલાનું પોઈન્ટ ટેબલ

More Stories:-


Post Your Comment