રત્ન કલાકારનાં દિવ્યાંગ પુત્રએ ટ્રાયસીકલ પર જઈ પરીક્ષા આપી


રત્ન કલાકારનાં દિવ્યાંગ પુત્રએ ટ્રાયસીકલ પર જઈ પરીક્ષા આપી

- વિજલપોરનો જન્મથી જ બંને પગે દિવ્યાંગ તુષાર પાટીલ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૃપ બન્યો


નવસારી, તા. 12 માર્ચ, 2018, સોમવાર

વિજલપોરના રત્નકલાકારનો બંને પગે જન્મથી જ દિવ્યાંગ પુત્ર આજે ધો. ૧૦ ની બોર્ડની પરિક્ષા આપવા ટ્રાયસીકલ પર આવ્યો હતો. આ વિદ્યાર્થી અન્ય નોર્મલ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૃપ બન્યો હતો. વિજલપોરમાં અલ્કાપુરી સોસાયટીમાં રહેતા રત્નકલાકાર રવિન્દ્રભાઈ પાટીલનો એકનો એક પુત્ર તુષાર પાટીલ (ઉ.વ.૧૭) જન્મથી બંન્ને પગે વિકલાંગ છે.

એકનો એક પુત્ર અને તે પણ વિકલાંગ હોય પરિવારમાં તુષારની પાલન પોષણની ચિંતા અને કુદરતના વિકલાંગતા રૃપી અભિશાપથી છૂટકારો મેળવવાના પાટીલ પરિવારે પ્રયત્નો શરૃ કર્યા હતા. અને તુષાર સ્વનિર્ભર બને તે માટે વિજલપોરની શાળામાં અભ્યાસ શરૃ કર્યો હતો. અભ્યાસની સાથે સાથે તુષારને ચાલતો કરવા માટે પાટીલ પરિવારે તુષારની ત્રણ વખત સર્જરી કરાવી હતી.

પરંતુ સંપૂર્ણ વિકલાંગતા દૂર ન થઈ શકતા હજુ પણ બંન્ને પગે ચાલી નહીં શકતા ટ્રીસાયકલની મદદથી શાળાએ અવર-જવર કરે છે. આજે વિદ્યાકુંજ હાઈસ્કુલ ખાતે તુષાર નિર્ભય બની ધો. ૧૦ બોર્ડની પરીક્ષા આપવા માટે ટ્રાયસીકલ પર આવતા અન્ય નોર્મલ તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૃપ બન્યો હતો. તુષારે પોતાના જેવા દિવ્યાંગોને ખૂબ મહેનત કરી, સ્વનિર્ભર બનવા જણાવ્યું હતું. તુષારને આગળ અભ્યાસ કરી એકાઉન્ટન્ટ બનવું છે.

More Stories:-


Post Your Comment