સાપુતારાનાં જંગલમાંથી શરીરે પટ્ટાવાળી દુર્લભ ગરોળી મળી


સાપુતારાનાં જંગલમાંથી શરીરે પટ્ટાવાળી દુર્લભ ગરોળી મળી

- યુવાને ગરોળી પકડીને અન્ય પ્રવાસીઓને બતાવ્યા બાદ ફરીથી જંગલમાં છોડી દીધી


વાંસદા, તા.15 મે, 2018, મંગળવાર

ગિરિમથક સાપુતારા નજીકનાં ઘાટમાર્ગમાં જંગલ વિસ્તારમાંથી શરીરે પટ્ટાવાળી દુર્લભ ગરોળીની પ્રજાતિ મળી આવી છે.

ડાંગ જિલ્લો વનસંપદાથી ભરપૂર છે. આ જંગલોમાં અમુક જીવનસૃષ્ટિની પ્રજાતિઓ હયાત હોવાની સાથે વન્યપ્રાણી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે, ગિરિમથક સાપુતારા ખાતે ફરવા નીકળેલા આહવાનાં સંદીપ માળવીશે અહીના હિલી જંગલ વિસ્તારમાંથી શરીરે પટ્ટાવાળી રંગબેરંગી દુર્લભ ગરોળીની પ્રજાતિ શોધી કાઢી હતી.

ગરોળી પ્રવાસીઓને બતાવતા પ્રવાસીઓ આ દુર્લભ ગરોળીની પ્રજાતિને નિહાળી આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બાદમાં આ પ્રાણી પ્રેમી યુવાને સહી સલામત ગરોળીઓને પાછી જંગલમાં છોડી મૂકી હતી.

More Stories:-


Post Your Comment